________________ હર્મન યાકોબી 59 સ્વાર્થ સાધવા માટે આ પૂર્વગ્રહથી પ્રેરિત પરિવર્તિત કૃતિ છે એવું અર્થઘટન કરવાનું સુચશે નહીં. વળી તે સમગ્ર કૃતિને અસર કરનારું પણ નથી. મતો અને વલણોને દાખલ કરવા હયાત સામગ્રીને નવો આકાર આપવામાં આવ્યો હોય તો જ આપણે પૂર્વગ્રહ પ્રેરિત પરિવર્તનની વાત કરી શકીએ. જે આ પ્રાચીન કૃતિથી અલગ પડતું હોય અથવા તો, તદ્દન વિરુદ્ધનું હોય. પણ આમાનું કશું જ રામાયણમાં શોધી શકાય તેમ નથી, કારણ કે જોડેલો ભાગ પણ મૂળ કૃતિની જેમ એ જ વિભાવનાથી અનુપ્રાણિત છે. પણ જ્યારે કૃતિમાં વિષ્ણુ અને રામના અભેદનો વિચાર એક નવા મત તરીકે પ્રવેશે છે. ત્યારે તે કેવળ પ્રક્ષિપ્ત ભાગો પૂરતો જ મર્યાદિત રહે છે. અને સમગ્ર કૃતિમાં વ્યાપેલો હોતો નથી. અને એટલે જ આપણે સ્વાર્થી હેતુઓ માટે કૃતિમાં પરિવર્તનની વાત કરી શકીએ તેમ નથી. જો વધારાના ખંડો દાખલ થયા તેની પૂર્વે મૂળ કાવ્યનું પુનર્ગઠન થઈ ગયું હતું એમ ધારણા બાંધીને, આ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો જો કોઈ પ્રયત્ન કરે તો આવી ધારણાના સમર્થનમાં પુરાવો રજૂ કરવો અનિવાર્ય છે. મને કલ્પના પણ થતી નથી કે, આવા મતના સમર્થનમાં કેવી રીતે પુરાવો પ્રસ્તુત થઈ શકે. બાહ્ય સાબિતીઓ તો કોઈ છે નહીં અને પાઠના ઝીણવટથી અને વારંવારના પરિશીલન પછી આંતરિક સાક્ષ્ય પણ મને તો જડતું નથી. સંભવતઃ ભારતીય સાહિત્યની ઉત્ક્રાન્તિમાંથી આ મત સાથે સંવાદી આવો વિચાર સ્વીકારવા કોઈ પ્રેરાય ખરું. આ વિચાર ગમે તેટલો ચમત્કૃતિભર્યો લાગતો હોય પણ જયાં સુધી ઉપર્યુક્ત સામગ્રીનું સર્વાગી પરીક્ષણ ન થાય ત્યા સુધી તે વિચાર ન્યાપ્ય ઠરતો નથી. અને તે આત્મકેન્દ્રી બની રહેતો હોવાથી કાવ્યની ગંભીર વિચારણાને પાત્ર ઠરતો નથી. આ સર્વ હકીકતો બ્રાહ્મણોએ કરેલા પુનર્ગઠનના મતની વિરુદ્ધ જાય છે. એટલું જ નહીં પણ આવી કોઈ પણ પૂર્વધારણાની વિપરીત ઠરે છે. મૂળ પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં મહાકાવ્યને ઢાળવામાં આવેલું એ વિચારનું સમર્થન કોણે કરેલું તે હું જાણતો નથી, પણ ઉમેરણો અને પરિવર્તનોના ઉદ્દગમને લાગેવળગે છે ત્યાં સુધી આપણે તેમના વિશે એક પ્રામાણિક મત જરૂર બાંધી શકીએ તેમ છીએ. આપણને રામાયણમાંથી જ જાણ થાય છે તે પ્રમાણે ભાટ-ચારણો અંશતઃ તેનું ગાન કરતા હતા અને અંશતઃ સંગીતના વાદ્યો સાથે ગાવામાં આવતું. (1-4-8-34, 7-71, 14, 94. 4 વગેરે) આ રીતે વાલ્મીકિના શિષ્યો અને રામના પુત્રો લવ અને કુશ દ્વારા, મૌખિક (1-4-10) પરંપરામાં સચવાયું. કુશીલવ ભાટ-ચારણ, અભિનેતા શબ્દના લોકપ્રિય અર્થ માટે કુશ અને લવ નામે પ્રયત્ન કરવામાં આવ્યો છે. (જુઓ પીટર્સનના કોશમાં કુશીલવર) પ્રાચીન સમયમાં જેમ મહાકાવ્યથી કવિતાનો વિકાસ થતો ગયો, તેમ, પ્રવાસ કરનારા ગાયકો, અભિનય કરનારાઓ અને કથાકારો (ાવ્યોપનીવિના) અસ્તિત્વમાં આવ્યા અને તે સ્વાભાવિક છે કે, કાવ્યનો ઉદ્દગમ ગમે તે હોય પણ મહાકાવ્યના ગીતોની