________________ 64 રામાયણ પાછા આવા ઘણા સંકુલ પ્રશ્નોનો આગળ વિચાર કરીશું. અહીં આપણે બન્ને મહાકાવ્યોના પારસ્પરિક સંબંધ નિશ્ચિત કરવાના પ્રશ્નનો વિચાર કરી રહ્યા છીએ. દરેક મહાકાવ્ય અન્ય મહાકાવ્યના ઉદ્દભવ સ્થળે લઈ જવામાં આવ્યું હોવાથી બન્ને એકબીજા સાથે સંપર્કમાં આવ્યાં. આની રામાયણ-મહાભારતની ઉત્ક્રાન્તિ પર ક્યાં સુધી અસર થઈ ? આપણે વિધેયાત્મક ઉત્તર આપી શકીએ તેમ છીએ. રામાયણ મુખ્ય રૂપરેખામાં પૂરું થઈ ગયું હતું. જ્યારે મહાભારત હજુ રચાતું હતું. આ માટે નિમ્નલિખિત કારણો છે. 1. રામાયણમાં મહાભારતના નાયકોનો ઉલ્લેખ નથી. જ્યારે મહાભારતમાં રામાયણનો ઉલ્લેખ છે. એટલું જ નહીં પણ મહાભારતમાં રામપાખ્યાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.૨ 2. મહાભારતના સાતમાં પર્વમાં, 6019-21 એ વાલ્મીકિ રામાયણનું અવતરણ છે. જે સાત્યકિના મુખમાં મૂકવામાં આવ્યું છે. (પ વાયં પુરી રીતઃ સ્તોને વાન્ધીવિના મુવિ . આ પ્રમાણે છે. न हन्तव्याः स्त्रिय इति यद् ब्रवीषि प्लवंगम / (सर्वकालं मनुष्येण व्यवसायवता સવાઈ પીડાશામમિત્રાનાં વત્ યાત્ ઋર્તવ્યમેવ તત્વ | પહેલું અને છેલ્લે ચરણ૩ બરાબર રામાયણ 6-81-28 (ગોરેસીઓ ૬૦-૨૪)માં તે જ પ્રમાણે આવે છે. આ રીતે મહાભારત સમાપ્તિને આરે પહોંચે તે પહેલાં રામાયણ પ્રાચીન ગ્રંથ તરીકે જાણીતો બન્યો હતો. પ્રોફેસર વેબરે પોતાના ગ્રંથ Ramayana પૃ. 40 પર મહાભારતના ઉપર્યુક્ત ખંડનો ઉલ્લેખ કર્યો છે. પણ રામાયણમાં તેનો સમાનાર્થી ખંડ તેમને જડ્યો નથી, પણ તેઓ એક બીજા અવતરણ 12.2086 તરફ વિશેષ ધ્યાન ખેંચે છે. (પુરા ગીતો માવે મહાત્મા आख्याने रामचरिते) राजानां प्रथमं विन्देत ततो भार्यां ततो धनम् / राजन्यसति लोकस्य कुतो भार्या कुतो धनम् // આ અંશ રામાયણમાં આવતો નથી.૧૪ પણ વેબરે આવા જ ભાવાર્થના બીજા ખંડ તરફ ધ્યાન ખેંચ્યું છે. જો મહાભારતમાં રામાયણમાંથી સીધું અવતરણ અને પ્રક્ષેપોથી મુક્ત એવો ખંડ મળે તો, આપણે એવું માનવા પ્રેરાઈએ છીએ કે, રામોપાખ્યાન રામાયણના અનુકરણમાં રચાએલું અને મહાભારતમાં (૩-ર૭૭-૨૯૧) સમાવવામાં આવેલું છે. અને વિદ્વાનો