________________ હર્મન યાકોબી 63 સૌ પ્રથમ ફેલાવાના સ્થળની સીમાઓની બહાર એવા પ્રદેશોમાં પ્રસર્યું કે જે ઈક્વાકુ વંશની ભિન્ન ભિન્ન શાખાઓના રાજાઓના શાસન હેઠળ હતા. અને, જેઓ તેમની સાથે સંકળાયેલા હતા. મહાકાવ્ય પોતાનામાં કાંડ પહેલા અને સાતમામાં આ, ઘટનાઓનું વર્ણન સમાવે છે. અન્ય રાજાઓની કથાઓનો પણ ત્યાં સમાવેશ કરવામાં આવ્યો છે. આનો દેખીતો હેતુ તો ભિન્ન ઈક્વાકુ રાજાઓને એકત્ર કરવા અને તેના વિષયવસ્તુને અયોધ્યાના રાજવીઓ સાથે નિકટનો સંબંધ સ્થાપવો આ રીતે, તેમની મહત્તા ગાવી. ત્યાં મિથિલાના વિદેહો પણ હતા જે સીતા દ્વારા અયોધ્યાના કુટુંબ સાથે સંબંધિત હતા. અને સાતમા કાંડમાં તેમના ઉદ્ગમ વિશેની કથા પણ કહેવામાં આવી છે. સાન્કાશ્યની ભૂમિ પણ એની પશ્ચિમે છે, જ્યાંના રાજવંશમાંથી રામચન્દ્રના બે ભાઈઓ પત્નીઓને આણે છે. પૂર્વમાં અંગદેશ છે જેના રાજા રોમપાદ દશરથ સાથે મૈત્રીભર્યો સંબંધ ધરાવે છે. ૭૩૮માં આપણને માહિતી મળે છે કે, કાશીના રાજા પણ રામચન્દ્રના મિત્ર છે. કથામાં વિશ્વામિત્રને દાખલ કરવાનો હેતુ પણ આ ઋષિનું સન્માન કરનારા કુટુંબને અથવા જેઓ કુશના વંશના હતા તેમના સંબંધમાં લાવવાનો છે. આને પરિણામે મહાકાવ્યમાં ઉલ્લેખ પામવા માટેની તેમને તક મળતી હતી. આ પ્રમાણેનો કિસ્સો કૌશામ્બી, મહોદય (કાન્યકુબ્ધ), ધર્મારણ્ય અને ગિરિવ્રજ (1-33) અને કાર્પિત્ય (૧-૩૩)નો છે. તે જ પ્રમાણે કૌશિકીની પૂર્વના કુટુંબો વિશે પણ છે. વિશ્વામિત્ર (૧-૩૪)ની મોટી બહેન સત્યવતી સાથે આ નદી એકરૂપ છે. રામાયણમાં પછીથી ઉમેરાયેલા ભાગોમાં આ નગરો અને દેશોના ઉલ્લેખ દ્વારા આપણને પુરાવા સાંપડે છે. આ પુરાવા એ હકીકતનું સમર્થન કરે છે કે, વાલ્મીકિનું મહાકાવ્ય સૌ પ્રથમ આ ઉપર વર્ણવેલા પ્રાંતોમાં ઉત્તમ વિસ્તારને પામ્યું, આ પ્રાંતો પૂર્વ હિન્દુસ્તાનમાં છે.૧૧ પરંપરા સાથે સુસંગત ઢબે, આપણે એવું માની શકીએ કે વીર નાયકોના નિવાસસ્થાનમાં રામાયણ ઉદ્ભવ્યું હશે, અને ત્યાંથી પછી પ્રસર્યું હશે. આવું આપણે મહાભારત વિશે પણ માની શકીએ. પશ્ચિમ ભારતના લોકો આમાં મુખ્ય ભાગ ભજવે છે. એટલું જ નહીં પણ સૂતો દ્વારા સૌ પ્રથમ (પરંપરા) ગાવામાં પણ આવી હશે. આ મહાકાવ્યનાં ગીતો રામાયણની જેમ એક સુસંગત કથાના સ્વરૂપમાં ઉતરી આવ્યાં હોય. એવું લાગતું નથી. પણ પરસ્પર સંબંધ ધરાવતા કથાનાયકના સ્વરૂપમાં તેની રચના થઈ હશે. રામાયણ કરતાં મહાભારતના પ્રસંગોનું સ્થળ વધારે દૂર હતું. મુખ્ય કાર્યમાં ભાગ લેનારી ઐતિહાસિક વ્યક્તિઓ વિશે પણ એમ જ એ સંભવિત છે કે પ્રાંતના એક ભાગમાં મહાકાવ્યના કથાચક્રનો આરંભ થાય, પણ અન્ય ભાગોના વિવિધ રાજકીય અને ધાર્મિક અભિગમો પ્રમાણે કથાચક્રને પરિવર્તન સહન કરવું પડે અને પુનર્રચના પણ થાય. આપણે