________________ હર્મન યાકોબી બાલકાંડ અને ઉત્તરકાંડની રચના અને મૂળ મહાકાવ્ય વચ્ચે ઘણો સમય પસાર થયો તે હકીકતના અનુમોદનમાં, આ બન્ને કાંડ પુરાવાઓ પુરા પાડે છે. આ ગ્રંથ દ્વારા જ રામાયણનો નાયક લોકોનો નૈતિક નાયક બની ગયો અને એક જાતિના નાયકમાંથી રાષ્ટ્રીય નાયકમાં પરિવર્તિત થયો. તેને ફાળે આવેલા સન્માને માનવીય સ્તરેથી દૈવી સ્તરે પહોંચાડ્યા અને પશ્ચિમ ભારતના બીજા મહાકાવ્યના નાયક કૃષ્ણની સાથે જે બન્યું તે જ રીતે, તેમનો વિષ્ણુ સાથે અભેદ સાધવામાં આવ્યો. ભારતીય ધર્મની ઉત્ક્રાન્તિના સંદર્ભમાં આલ્ફડ લ્યાલે ઐતિહાસિક આધારોનો ઉલ્લેખ કરતી પુરાકથાઓ (euhemerism)માં આ સિવાય બીજું ભાગ્યે જ બને એમ કહ્યું છે. રામ અને કૃષ્ણની બાબતમાં એક દંતકથાનો નાયક લોકપ્રિય દેવમાં ભળી ગયો છે જેમ કે યાદવકૃષ્ણ ભરવાડોનો દેવ ગોવિન્દમાં અને રાઘવ રાષ્ટ્રીય દેવ રામમાં જેણે દાનવોને જિત્યા. આ બન્યા પછી આ પ્રમાણેના વિભાવિત દેવ વિષ્ણુના અવતાર મનાયા. રામનું દૈવીકરણ અને વિષ્ણુ સાથેનો અભેદ એ પહેલા અને અંતિમ કાંડની નોંધપાત્ર હકીકતો છે. તેઓએ કવિના દષ્ટિપથમાં બૃહસ્વરૂપ ધારણ કર્યું. પણ પાંચ મૂળ કાંડોમાં થોડા પ્રક્ષિપ્ત ખંડોના અપવાદ સિવાય આ વિચાર જોવા મળતો નથી. ઊલટું રામ તો, નર્યા માનવ જ છે." પછીથી ઉમેરાએલા કાંડોમાં રામના પાત્રના પરિવર્તન માટે, વધુ લાંબો સમય જરૂરી બનેલો. પહેલા અને છેલ્લા કાંડમાં વાલ્મીકિ રામના સમકાલીન અને આદરણીય ઋષિ જણાય છે. એ તારણ પર પણ આ જ હકીકતથી. આવીએ છીએ. આ બન્ને ત્યારે જ શક્ય બનેલું જ્યારે વાલ્મીકિ પછીના કવિઓને દૂરના લાગેલા અને પરિણામે પૌરાણિક પાત્રની આભાથી તેઓ વીંટળાએલા અને તેમને માટે ધૂસરિત થયેલા. આ હેતુ માટે આવશ્યક એવો સમય આપણે નક્કી કરી શકતા નથી, પણ એટલું તો ચોક્કસ કે આ સમય દસકાઓથી નહીં પણ સદીઓથી માપવાનો છે. ગ્રીક અને સીથિયન ભારતીઓને પરિચિત હોવાથી હજુ પણ વધારાના ખંડો માટે રામાયણ ઊઘાડું હતું, એ આપણે ચોથા ભાગમાં દર્શાવીશું. મહાકાવ્યની રચનાની દીર્ઘ યાત્રાના પરિણામે રામાયણને આજનો આકાર સાંપડ્યો છે. છતાં પરમ્પરા તો એને એક સુગ્રથિત કાવ્ય તરીકે જુએ છે, અને જે ચોક્કસ મર્યાદા સાથે જળવાયું છે પણ ખરું. કાવ્યના કેન્દ્રની આસપાસ ઘણી પેઢીઓની મહાકાવ્ય રચના એકત્ર થઈ છે. અને છતાં, કેન્દ્ર તો એક પ્રમુખ કવિની સંવાદી રચના જ હતી. કવિ ક્યાં રહેતા હતા અને વાલ્મીકિના અનુકર્તાઓનું મહાકાવ્ય ક્યાં ઉભવ્યું ? ખાસ કરીને બાલકાંડ અને ઉત્તરકાંડની પરમ્પરા આ પ્રશ્નોના ઉચિત ઉત્તર માટે આપણી