________________ 60 રામાયણ જેમ તેને સંક્રાન્ત કરવામાં આવે છે. મૌખિક રીતે કથાકારો જાળવે છે. આમ રામાયણ સાથે પણ બન્યું, કારણ કે પ્રવાસી ગાયકોની આ વિલક્ષણતા હતી. પોતાની સંપત્તિનો ઉપયોગ કરવામાં તેઓ કાળજી રાખે. હું ભૌતિક પાસાનો વિચાર નથી કરતો. તેઓ શ્રોતાઓની તાળીઓ તો ઝંખતા જ. એ બહુ જ સ્વાભાવિક છે કે, તેમાંના જેમની પાસે કવિપ્રતિભા હતી તેઓ પોતાની રચનાઓથી પોતાની પાસેની સામગ્રીને સમૃદ્ધ કરતા, તેઓ શ્રોતાઓના ભાવ, કલ્પના અને રસ પરત્વે બહુ જ જાગૃત રહેતા. આ પ્રકારના સ્વરૂપમાં, કથાવસ્તુમાં હૃદયસ્પર્શી દશ્યોના બહેલાવવા (અલંકાર શાસ્ત્રીઓના મંતવ્ય પ્રમાણે રામાયણ કરુણ રસ પ્રધાન છે.) ઉપરાંત, કથાવસ્તુમાં પરિવર્તન થતું. (રમૂજી અને વિડંબનાત્મક દૃશ્યો અને નીતિશાસ્ત્રની સામગ્રીનાં) જે ઉમેરણો લોકોને ગમી જતાં, તે વળી પરંપરાથી જાળવવામાં આવતાં અને તે, એ રીતે, રામાયણનાં અંગભૂત બનતાં. ક્યારેક એવું પણ બનતું કે કથાનાં પછીનાં સ્વરૂપાંતરો, મૂળ કરતાં વધારે લોકપ્રિય બનતાં અને મૂળને દૂર પણ કરી દેતાં. આ રીતે રામાયણનું કદ ધીરે ધીરે વધતું ગયું અને, જો તેનું એક ગ્રથિત સ્વરૂપ આપવામાં ન આવ્યું હોત તો તે છિન્નભિન્ન થઈ ગયું હોત. નિઃસંશય, પ્રથમ કાંડમાં પહેલા સર્ગમાં આવતી સામગ્રીની અનુક્રમણિકાથી આ હેતુ સિદ્ધ થાય છે. પહેલા અને છેલ્લા કાંડના સામગ્રીનો અહીંયાં ઉલ્લેખ નહીં હોવાથી આ નિશ્ચિત કરનારું ગ્રથિત સ્વરૂપ પહેલા અને છેલ્લા કાંડની ઉદ્દભવ પહેલાં, બંધાયું હશે. સંભવતઃ રૂપાંતરિત (ડાયાસ્કેન્સ diaskense સ્વરૂપ) પણ સર્ગોમાં વિભાજન સાથે રામાયણના મૂળ ભાગને સમાવે છે. ઉત્તરકાંડમાં સર્ગોનો સંદર્ભ ઘણા પ્રસંગે આપવામાં આવ્યો છે. અન્ય સ્થળોની જેમ, કથાકારો દ્વારા વધારાના શ્લોકો લખવાની સતત પ્રક્રિયા મૂળ કાવ્યની સામગ્રી પૂરતી મર્યાદિત ન હતી. પણ પ્રથમ કવિએ ન નિરૂપ્યા હોય તેવા ખંડોને પણ આ પ્રક્રિયા લાગુ પાડવામાં આવી. છેવટે, પ્રથમ કવિએ નિરૂપેલા વાર્તાના આરંભે નાયક અને તેના પ્રતિસ્પર્ધકોના પૂર્વજીવનનો ઇતિહાસ રહે છે, અને મૂળ કથા ચાલુ રહે છે. આ પ્રમાણે ભારતમાં ખરેખર બન્યું. બાલકાંડમાં રામની યુવાનીને ગાવામાં આવી અને ઉત્તરકાંડમાં તેમના મૃત્યુ સુધી આ વાર્તા ચાલી. અહીં વિસ્તરેલા મહાકાવ્યના ખજાનાને સ્થિર કરવાની આવશ્યકતા વર્તાઈ. આનો પુરાવો આ હકીકતના સમર્થનમાં ત્રીજા સર્ગની સામગ્રીની અનુક્રમણિકા દ્વારા અપાય છે. છતાં ઉત્તરકાંડને હજુ આખરી સ્વરૂપ પ્રાપ્ત થયું નથી કારણ કે ત્રીજા સર્ગમાં એની સામગ્રીનો આછો ઉલ્લેખ થયો છે. ૭-૯૪-૨૬માં પણ તેનો સંકેત થયો છે. आदिप्रभृति वै राजन् पञ्चसर्गशतानि च / काण्डानि षट् कृतानीह सोत्तराणि महात्मना ||