________________ ત્રીજો વિભાગ ભારતીય સાહિત્યમાં રામાયણનું સ્થાન રામાયણનો ઉદ્દભવ અને વિકાસ મેં મૂળ રામાયણમાં પ્રક્ષેપણો અને ઉમેરણો અશેષપણે દર્શાવવા માટે આ પૂર્વેનું પરીક્ષણ કર્યું નથી. એમ કરવામાં અત્યારે આપણી પાસે છે તેના કરતાં વધુ સામગ્રી જોઈએ અને પ્રાથમિક રીતે વધુ અભ્યાસ માગી લે છે. હવે એ દર્શાવવું જોઈએ કે આ પ્રક્ષેપણોનું સ્વરૂપ કેવા પ્રકારનું છે અને કઈ રીતે ઉમેરણ થયું છે. જેવી રીતે પછીની પેઢીઓએ આપણાં ઘણાં પ્રાચીન અને પવિત્ર દેવળોમાં કશુંક નવુ ઉમેર્યું છે. અને મૂળ બાંધણીને નુકસાન પહોંચાડ્યા વગર નાનાં દેવળો અને મિનારાઓ જોડાયા છે. તે જ રીતે ગાયકોની પેઢીઓએ રામાયણ પર હાથ અજમાવ્યો છે. અને છતાં, જેની આસપાસ ઘણું ઉમેરાયું છે તે પ્રાચીન કેન્દ્ર તો સમીક્ષકની ચિકિત્સક દષ્ટિને હજુ સ્પષ્ટ જ છે. જો કે સર્વ વિગતો નહીં તો પણ એક રૂપરેખા તો સ્પષ્ટ ખરી જ. આપણે ઉમેરણોનો સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો બે બાબતો નિશ્ચિતપણે જાણી શકીએ છીએ. પ્રથમ તો, જો ગૌણ લક્ષણો ધ્યાનમાં ન લેવામાં આવે તો મૂળ કૃતિમાં જે વિભાવના છે તેનું જ અહીં પ્રાથમ્ય છે, અને બીજુ પ્રક્ષેપણો શિથિલપણે કરવામાં આવ્યાં છે. અને તેથી સાંધો ભૂલ વગર પરખાઈ જાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બ્રાહ્મણોએ પોતાના સ્વાર્થી હેતુ માટે કૃતિમાં પરિવર્તન કર્યું હોય છે. પણ અહીં એવી કોઈ સંભાવના નથી. જો આવી રીતે ફુગાવેલી કૃતિ હોત તો, સાંધાઓ ઓળખી ન શકાત અને સમગ્ર કૃતિ સર્વાગ સંપૂર્ણ કૃતિ તરીકે રજુ થઈ હોત. પૂર્વગ્રહથી પરિવર્તિત કૃતિમાં કોઈ એવું ચિહ્ન મળતું નથી કે જ્યાં થોડા શબ્દો કે મૂળના થોડા શ્લોકો ખૂબ ખરાબ રીતે બદલવામાં આવ્યા હોય અથવા દૂર કરવામાં આવ્યા હોય. અલબત્ત, આ પ્રકારનું કશુંક કૃતિમાં દેખાવું જ જોઈએ, નહીં તો, એનો કોઈ પણ ઉલ્લેખ ન હોત પણ મને પોતાનો