________________ 56 રામાયણ 16. (ડીનો પાઠ ટી પ્રમાણે છે. બૉમ્બે આવૃત્તિમાં સિન્થર્વવારા છે) દેખીતું છે કે, જેનું વર્ણન થનાર છે તે નિર્ણયાત્મક યુદ્ધ માટેનું આમંત્રણ છે. આ પ્રસંગોની વચ્ચે હનુમાને આણેલી ઔષધિઓથી લક્ષ્મણના સાજા થવાની વાત આવે છે. આ સંદર્ભમાં ખલેલ પહોંચાડે છે અને, યુદ્ધના વર્ણનની કરુણ શરૂઆત નિરર્થક બની જાય છે. ૧૦૧મો સર્ગ પ્રક્ષિત હોવા માટે એક બીજો પણ સંકેત છે. 100-57 અને 58 થોડાં પરિવર્તન સાથે 101-3 અને 4 માં પણ આવે છે. આ રીતે પછીના ઉમેરણને સરળતાથી ઓળખી શકાય છે. અત્યારના પાઠ પ્રમાણે ચોક્કસ આ બીજી વાત છે પણ આ માટેની શરત એ છે કે, સર્ગ 4549, પ્રક્ષિત હોવા જોઈએ. વળી ૫૦મો સર્ગ આ પ્રમાણે શરૂ થાય છે. ત્યાં રામ અયોધ્યાને સંબોધે છે. આyછે ત્યાં રિ છે.... પુનર્જમાં આવી અભિવ્યક્તિથી એવું ધારી શકાય કે, રામ પોતાની આગળ અયોધ્યા જુએ છે. લક્ષ્મણ અને ગુહ વચ્ચેનો વાર્તાલાપ જયાં ઘટે છે તે ગંગા અને અયોધ્યા વચ્ચેનું અંતર કદાચ રથ દ્વારા એક અથવા એથી પણ વધારે દિવસનો પ્રવાસ છે પણ આવા માટે મહાકાવ્યના કવિનો કોણ દોષ કાઢવાનું છે? વળી એ પ્રશ્ન પણ અપ્રસ્તુત છે કે ૭૧મા સર્ગમાં જેનો ઉલ્લેખ થયો છે તે ગિરિરાજ ભણી અયોધ્યાથી જતાં સાત દિવસ થાય છે. એટલે, સંભવતઃ ૪)માં પછી તરત જ ૫૦મો સર્ગ આવે છે. આવી 40-47 અને ૫૦પની અભિવ્યક્તિઓ સાથે સરખાવો. બીજી કૃતિઓમાં પણ આવું વિધાન આવે છે. રામવર્મનું પદ્મપુરાણ ૨-૫૭-૨માં આ શ્લોક ટાંકે 17. 18. 20. रामस्य निर्गमनदिनाद् दिने षष्ठेर्धरात्रके / हा हा लक्ष्मण हा सीते रामेति मृतो नृपः // છેલ્લે ઉલ્લેખાયેલી આ બંને કથાઓ કદાચ મૂળ કાવ્યને અજાણી છે. નહીં તો તેનું સંક્ષિપ્તમાં નિરૂપણ થયું હોત. 66-93 સર્ગોમાં વાર્તા જે પ્રમાણે આવે છે તે ચોક્કસ પોતાના વિસ્તાર અને બહુ પુનરાવર્તનને કારણે મૌલિક નથી. આ સમસ્યાનું પરીક્ષણ આપણને અહીં સુધી દોરી લાવે છે. હું એ બીજી તક સુધી મુલત્વી રાખું છું. હોટ્ઝમેનનું આ મહત્ત્વનું નિરીક્ષણ બાકીના અધિકૃત સર્ગો માટે પણ યથાર્થ છે. ૨-૧૧૮માં સીતાના લગ્નનો ઉલ્લેખ આવે છે. અહીં સીતા અનસૂયાને પોતાનાં સ્મરણો કહે છે. આ પ્રસંગ પ્રક્ષિપ્ત જણાય છે. કારણ કે, પહેલો કાંડ રામાયણનો અનિવાર્ય ભાગ જણાતો નથી. ઊર્મિલા સાથેના લક્ષ્મણના લગ્નનો ઉલ્લેખ અહીં એક શ્લોકમાં આવે છે, જે છેવટે ઉમેરવામાં આવ્યો છે. (53) અને તેના પ્રષિત હોવાનું એકદમ નજરે ચડે એવું એટલા માટે છે કે, એક વિષયને નિરૂપતા બે શ્લોકોની વચ્ચે તે આવે છે. એ અને બીમાં ભારતના પ્રવાસનો ખાસો એવો વિસ્તાર છે. પોતાના માતામહના ઘરે રહ્યા તે દરમ્યાન બન્ને રાજકુમારોને સર્વ શાસ્ત્રો શિખવવામાં આવે છે. જેણે આ પ્રસંગ કહ્યો છે તે કવિ પ્રમાણે આ નિવાસ ઘણાં વર્ષો સુધી લંબાયો છે. 21.