________________ 28 રામાયણ પરિણામ પ્રાપ્ત થાય છે તે આપણા હેતુ માટે જૂજ મહત્ત્વનું છે. ભલેને પછી તે રસપ્રદ જણાતું હોય કારણ કે સમગ્ર સાતમો કાંડ જ પછીનું ઉમેરણ છે એ વાતની શંકા થઈ શકે તેમ નથી. છઠ્ઠી કાંડના સમાપનથી જ તે પ્રતિપાદિત થાય છે. ત્યાં શ્રવત્તિનું વચન આપવામાં આવ્યું છે. રામાયણ જે સાંભળશે તેને આ ફળ પ્રાપ્ત થશે. (ાતિવ્યન્દ્રિ વાર્ષ પુરા વાલ્મીકિના તો જયારે સમાપન રચાયું ત્યારે આ ફળશ્રુતિ યથાર્થ હતી અને હજુ ઉત્તરકાંડ રામાયણનો અભિન્ન ભાગ ન હતો. એ જ રીતે વિશ્વામિત્ર પ્રસંગ પાછળનું ઉમેરણ છે. એ માહિતીનો કંઈ ખાસ લાભ આપણને મળતો નથી કારણ કે એડોલ્ફ હોલ્ટઝમેને યોગ્ય કારણોથી પ્રથમ કાંડની અધિકૃતતા વિશે શંકા ઉઠાવી છે. (ભારતીય રાશિનું ગ્રીક મૂળ, કાર્લ સૃહેન ૧૮૪૧-પૃ. 36) આપણે આગળ આ મુદ્દાની પણ સમીક્ષા કરીશું. પણ પ્રાથમિક સાધનરૂપે પહેલા કાંડની અધિકૃતતાની વિરુદ્ધની તાર્કિક દલીલો આપણી નજર સમક્ષ રાખવી હિતાવહ છે. જો આ દલીલો યથાર્થ હોય, તો પણ પ્રક્ષિપ્ત ખંડની માહિતીના પ્રશ્નમાં તેનો શો ઉપયોગ! પહેલેથી જ પ્રક્ષિપ્ત એવા પહેલા કાંડમાં હજુ એવો ખંડ છે જે વધુ પાછળથી ઉમેરાયેલો છે. અત્યાર સુધી આપણને જે પરિણામો મળ્યાં છે તે સંતોષજનક નથી. આપણે સૌ પહેલાં છંદની સહાયથી સમીક્ષા કરીએ છીએ. કારણ કે તેની સહાયથી આપણે કાવ્યનું યથાર્થ મૂલ્યાંકન કરવાની આશા રાખીએ છીએ. જો આપણો આ પ્રયત્ન નિષ્ફળ જાય તો વધારે ઉદ્યમ સાથે આપણે બીજા માપદંડ પાસે જવું જોઈએ. વળી બીજી રીતે પણ પાઠના વિભિન્ન ભાગોને છૂટા પાડવા માટે પણ છંદનો ઉપયોગ થઈ શકે. પ્રચલિત પાક્ય શ્લોકો ઉપરાંત શ્લોકના ચાર પ્રકાર મળે છે જે વિપુલાથી જાણીતા છે. પ્રશિષ્ટ કૃતિઓ વિશે મેં દર્શાવ્યું છે તે પ્રમાણે (Indische studien 17, પૃ. 444) અહીં પણ વિપુલાના વિભિન્ન પ્રકારોનું પ્રમાણ અને પાઠ્ય શ્લોકોના સંદર્ભમાં પ્રમાણ કવિએ કવિએ જુદું પડે છે. અને પ્રત્યેક કવિના વૈયક્તિક અભ્યાસ અનુસાર હોય છે. આવાં સમીક્ષણો રામાયણના ભિન્ન ભાગો વિશે પણ આરંભી શકાય પણ એ શંકાસ્પદ છે કે આ રીતે ખાસ કિંઈ સિદ્ધ કરી શકાય કારણ કે ભરોસાપાત્ર સરેરાશ મેળવવા માટે વિસ્તૃત અંશોનો આધાર લેવો પડે. જયાં પ્રક્ષેપણ શંકાસ્પદ છે તે નાના અંશોમાં આ પાઠનો કોઈ ઉપયોગ નથી. આ સમીક્ષણનું પરિણામ દર્શાવવા હું હજારનું પ્રમાણ ગણતરી માટે લઉં છું. બીજા કાંડના 16OO શ્લોકો જે રીતે આવે છે તે રીતે આંકડા મૂકું છું. પછીથી પહેલામાંથી (3) અને બીજામાંથી (3) ઇન્દ્રજિત પ્રસંગોમાંથી (6-44 થી 50 અને 6-80 થી 90) પછીથી હનુમાન પ્રસંગમાંથી (4) આવે છે. (પ-૧ થી 55) અને છેવટે (5) વિશ્વામિત્ર