________________ 48 રામાયણ દશરથને એક વખત દાખલ કર્યા પછી, એવું સ્વાભાવિક રીતે માની શકાય કે હવે તેની પત્નીઓનો ઉલ્લેખ આવશે. પણ અહીં કે કાવ્યમાં પછી પણ તેમને ક્યારેય પણ યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યાં જ નથી. ૧૪-૩૩માં કૌશલ્યાનો આકસ્મિક ઉલ્લેખ થયો છે. પછી ૧૬મા સર્ગમાં સુમિત્રા અને કૈકેયીની સાથે તેનો ઉલ્લેખ થયો છે. વાચકને તેમના વંશ વિશે કશી જ આવશ્યક માહિતી મળતી નથી. પણ ક્રમશઃ વાર્તાના વિકાસ સાથે વાચક માહિતી એકત્ર કરતો જાય છે. ઉપરિ કથિત હકીકતોથી આપણા માટે એવા અનુમાન પર આવવું શક્ય છે કે કવિએ વાચકોને રાણીઓનો પરિચય કરાવવાનું એટલા માટે ટાળ્યું છે કે તેણે (કવિએ) એવું માની લીધું છે કે વાચક પરંપરામાંથી પ્રાપ્ત કથાનાં પાત્રોથી પરિચિત છે. પોતાની વાર્તા પ્રસ્તુત કરવા મુખ્ય પાત્રો વિશે સંક્ષિપ્તમાં કહેવું પૂરતું હતું. દશ્યમાં તે આવતાં અને તેના કારણે તેઓ સીધાં કાર્યમાં આવી જતાં. દશરથ રાજાના નામનો ઉલ્લેખ પછી સાતમા સર્ગમાં તેના શાણપણની પ્રશંસા આવે છે. તે ચોક્કસપણે પછીનું ઉમેરણ છે. વાર્તા માટે તેનો કોઈ ઉપયોગ નથી. એ હકીક્ત સિવાય પણ જ્યારે મુખ્ય પાત્ર દશરથનો બે શ્લોકમાં પરિચય આપ્યા પછી ઓછાં મહત્ત્વનાં પાત્રોનું વર્ણન વધુ પડતું લાંબું થઈ જાય અને તેથી અન્ય મહત્ત્વનાં પાત્રો ખાસ કરીને રાણીઓને સદંતર બાકાત રાખવામાં આવી છે. એ તદ્દન સંભવિત છે કે દશરથના વર્ણન પછી તરત જ ૧૮મા સર્ગમાં તેના પુત્રોનો ઉલ્લેખ આવે છે. એટલે, છઠ્ઠી અને અઢારમા સર્ગોની વચ્ચે જે કંઈ બને છે તે પ્રક્ષિત છે કારણ કે આમાં આવતી અસંગતિઓ એ જ પ્રતિપાદિત કરે છે. આ હકીકતને હોટ્ઝમેને દર્શાવી છે. ૧૮માં સર્ગમાં પ્રાચીન કાવ્યના ટૂકડાઓ મળે છે. આ વાત એ પરથી સાબિત થાય છે કે આ સર્ગના કેટલાક શ્લોકોની બીજા કાંડના પહેલા સર્ગના કેટલાંક શ્લોકો સાથે ગાઢ શાબ્દિક સમાનતા છે. હોર્ટ્ઝમેને દર્શાવ્યું છે તે પ્રમાણે બીજા પ્રાચીન કાવ્યના આરંભના ટૂકડાઓ આપણને આરંભમાં મળે એવી આપણી ધારણા સ્વાભાવિક છે. અલબત્ત સમગ્ર આરંભ નહીં કારણ કે તેમાંના નગણ્ય ભાગનો વિસ્તાર પામેલા ગ્રંથના આરંભ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. અને તે પણ કોઈ પરિવર્તન વગર. તેનું કારણ પણ એ છે કે પહેલા કાંડની પછી ચિપકાવેલી સામગ્રીને ધ્યાનમાં તો લેવી પડે. ૧-૧૮ના એક સરખા શ્લોકો પરથી એવું સમજાય કે પ્રાચીન પાઠમાં બહુ મોટું ભંગાણ પડ્યું છે. એટલે છૂટા પડેલા ભાગોને જ્યારે હું જોડવાનો પ્રયત્ન કરું છું, ત્યારે મારા પુનર્ગઠનમાં રહેલી સમસ્યાઓથી હું પૂરો સભાન હોઉં છું. અત્યારે ઉપલબ્ધ સામગ્રીના આધારે અત્યારનો પાઠ આ પ્રમાણે છે એટલું દર્શાવી શકાય. આ રીતે ચાર પુત્રોના જન્મની ચમત્કારિક કથા પછીની નિર્મિતિ છે. એમ હોવાથી ૧૮-૧૬માં દશરથને