________________ હર્મન યાકોબી ભરતની અનુપસ્થિતિ માટેનાં કારણો આપવા માટે કોઈ દબાણ હેઠળ નથી. કથાએ તેમને એક હકીકત તરીકે આપી અને પરમ્પરા પાસેથી ઘટનાઓ જે રીતે તેમને મળે છે તે રીતે નિરૂપી તે તરફ આપણને દોરે છે. ભારત માર્ગમાં હતો નહીં (તે દેખાતો ન હતો) અને કવિ અને શ્રોતાઓ માટે એ પૂરતું હતું. સામગ્રીની દષ્ટિએ, પહેલો કાંડ પછીથી રચાયો હોવાનું ગણાય છે. કારણ કે ઘણાં મહાકાવ્યોનું વળગણ પૂરતું હોય છે કે જેમાં નાયકોના જુવાનીના સમયને વર્ણવવામાં આવે.૨૪ પણ આપણે એટલું માની શકીએ કે મૂળ કાવ્યનો આરંભ કોઈક રીતે પહેલા કાંડમાં લઈ જવામાં આવ્યો હતો. આપણે પછીનાં ઘણાં બધાં કલ્પિત સર્જનોને જુદા પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે કવિતાનો સાચો આરંભ પાંચમા સર્ગથી કરવાનું શોધવું જોઈએ. આની પહેલાં, કાવ્યનો મહિમા (1-5-1 થી 4) ગાવામાં આવ્યો છે જેમાં લવ અને કુશના મુખમાં" વર્તણાવ: મુકવામાં આવ્યું છે. પણ કોઈ ખાસ મુશ્કેલી સિવાય વર્તયિષ્યામિ અથવા વયિામમાં શબ્દનું પરિવર્તન કરી શકાય છે. એટલે આ ચાર શ્લોકોમાં આપણે કથાગાયકોની ગંભીર પ્રસ્તાવના જોઈ શકીએ છીએ. બંગાળી સંસ્કરણમાં સાચો હેતુ સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે. ખરું કાવ્ય પાંચમા શ્લોકથી શરૂ થાય છે. પછીના શ્લોકમાં કોશલ પ્રદેશનો મહિમા આવે છે અને પછીના બે શ્લોકોમાં તેના મુખ્ય નગર અયોધ્યાનું વર્ણન આવે છે. પછી ૯મા શ્લોકમાં દશરથનો ઉલ્લેખ આવે છે, જેની પછી આ રાજવીની પ્રશંસા કે વર્ણન આવવું જ જોઈએ. તેને બદલે પાંચમાં સર્ગનો બાકીનો આખો ભાગ અયોધ્યાના વિગતપ્રચુર વર્ણનમાં રોકાયો છે. આ આખો ટૂકડો પછીનું ઉમેરણ છે. એ સામાન્ય તર્કથી પણ સમજી શકાય તેમ છે. પણ આનું પ્રાધાન્ય પણ એ રીતે વર્તાય છે કે આનો આરંભ આ પંક્તિથી થાય છે. પુરીમાવાસયામાસ ના ટ્રશરથસ્તા ! જે ૯મા શ્લોકમાં આવે છે. દેખીતી રીતે પ્રાચીન પાઠમાં આનો સમાવેશ આ રીતે થયો છે. પછીના સર્ગમાં પહેલા શ્લોકનો હેતુ પણ આવો જ છે. આપણે આ શ્લોકને જો બાજુમાં મૂકી દઈએ તો પછીના ત્રણ શ્લોકોમાં (2 થી 4) દશરથનું સંક્ષિપ્ત અને અતિશયતાભર્યું વર્ણન આવે છે. આ વર્ણનને પ-૯માં રાજાના સૌ પ્રથમ ઉલ્લેખ સાથે સીધું જોડી શકાય કારણ કે પ-રમાં આ રાજવીનો ઉલ્લેખ આવે છે, જે આવા સ્થળે ધારી શકાય. ચોથા શ્લોકથી સર્ગના અંત સુધી, દશરથના શાસન દરમ્યાનની અયોધ્યાની પરિસ્થિતિનું વર્ણન છે. આની પૂર્વેના સર્ગના નગરના વર્ણનની સમાંતર છે. અને સરળતાથી તેને પછીથી જોડી દેવામાં આવ્યું હોવાનું માની શકાય.