________________ હર્મન યાકોબી 45 પહેલા કાંડ પર એક અછડતી નજર નાખતાં જ સમજી શકાશે કે પુનર્લેખન કરનારે પછીનાં ઉમેરણોથી કાવ્યનો વિસ્તાર કર્યો તેમાં કઈ પ્રેરણા રહી હશે. રામને એવી સ્થિતિએ પહોંચાડવા જોઈએ કે જે અન્ય સર્વ વીરનાયકો કરતાં ચઢિયાતા હોય. અહીંયાં સૌ પ્રથમ તો ચમત્કારિક જન્મની વાત આવે છે. પછીથી ધનભંગ દ્વારા રામને મહાભારતના નાયકોની સમકક્ષ મૂકવામાં આવે છે. અને એમનાથી પણ વધુ ચઢિયાતા દર્શાવ્યા છે. અને છેવટે, જયેષ્ઠ રામ (પરશુરામ) સાથેની મુલાકાત જેમાં જયેષ્ઠ રામનો નાના રામના હાથે પરાભવ થાય છે. લગ્નની ઊજવણી, પોતાની સેવા આપનારા વિખ્યાત ઋષિઓ, રામની વસિષ્ઠ ટાંકેલી વંશાવળી આ સર્વ રામની મહાનતા દર્શાવવાની અભીપ્સામાંથી ઉદ્ભવે છે. ખાસ કરીને વંશાવળી દર્શાવે છે કે આ પ્રકરણ એવા સમયે ઊભળ્યું હશે કે જે કાળે બીજી દંતકથાઓ સાથે એને પણ સ્વેચ્છાએ નિરૂપવામાં આવ્યું હોય. ભારતીય પરંપરા સાથે તદ્દન અસંગત છે અને ભિન્ન ભિન્ન ગોત્રના રાજાઓના નામનો ગૂંચવાડો થાય તે રીતે ભેળસેળ કરવામાં આવી છે. અને તેનો દેખીતો હેતુ આ સર્વ પ્રતિષ્ઠિત રાજવીઓ રામચંદ્રના પૂર્વજો છે એવું દર્શાવવાનો છે. બીજા ખંડોનો હેતુ રામનો મહિમા કરવાનો નથી પણ અધિકૃત કથાઓમાં જે સ્થળોનો ઉલ્લેખ થયો નથી તેનો રામ-કથામાં સમાવેશ સ્થળોનો મહિમા કરવા માટે થયો છે. એટલે વિશ્વામિત્ર સાથેની આ વિચિત્ર યાત્રા. પણ બીજા કાંડના અધિકૃત ખંડો સાથે પહેલા કાંડનો સૂર એક ચિત્રાત્મક વિરોધ દર્શાવે છે. પહેલા કાંડની શુષ્ક વાર્તાઓનાં સ્થળનામોનું વર્ણન, વ્યુત્પત્તિની યુક્તિઓ, ચમત્કારિક શસ્ત્રો વગેરેની શૌર્યભરી પ્રવૃત્તિઓને અણગમતી ઢબે પતાવ્યા પછી બીજા કાંડના આરંભમાં જ વાચકને અલંકૃત અને જોમભરી વાણીનો અનુભવ થાય છે. અને તેને સુખદ આશ્ચર્ય થાય છે. અહીં સાચા કવિને તરત જ ઓળખી શકાય છે. બીજા કાંડના કાવ્યાત્મક ગુણ ધરાવતા ખંડોમાં પહેલા કાંડના પ્રસંગોનો કોઈ ઉલ્લેખ જ આપણને મળતો નથી. એથી ઊલટું એ વાતનો મોટો હોબાળો કરવામાં આવે છે કે રામ ધનુર્વિદ્યાનો અભ્યાસ કેવી રીતે કરી શકે, જ્યારે એ જ કવિ સર્વ બાણાવળીઓ કરતાં ચઢિયાતા ઠરે તેવાં પરાક્રમો રામને નામે ચઢાવે નહીં. આ કારણોથી હું માનું છું કે થોડા સર્ગોને બાદ કરતાં, સમગ્ર કાંડ વાલ્મીકિની કલમમાંથી ઊતરી આવ્યો નથી. પછીના સમયમાં પરસ્પર વિરોધી હોય તેવાં ઉમેરણોથી તે અસ્તિત્વમાં આવ્યો હશે.” અલગ સંદર્ભમાં રામાયણના પહેલા કાંડનો સમાવેશ કરવાના હેતુની આપણે ચર્ચા કરવી જોઈએ. અહીંયાં હોલ્ટઝમેનના વિધાનને સંમતિ આપવી પૂરતી છે. તેમનાં કારણોને આપણે સહેલાઈથી વિસ્તારી શકીએ પણ હું બે મુદ્દા પર ભાર મૂકીશ. પહેલાં