________________ રામાયણ કથાદોરને તારવવાનું વિપરીત કાર્ય કરીશું. એડોલ્ફ હોલ્ટઝમેને પોતાના ગ્રંથ “ઓન ધી ગ્રીક ઓરિજિન ઓફ ધી ઇન્ડીઅન ઝોડીઆક, કાર્લસૂફે ૧૮૪૧માં દર્શાવી દીધું છે કે પહેલો કાંડ એ પાછળનું ઉમેરણ છે. હું પૃ. 36 પર આવતા આખા ખંડને અહી ઊતારું છું. હું પહેલા પ્રકરણમાં આવતી વિભિન્ન અસંગતિઓ સંક્ષેપમાં દર્શાવીશ. ૧૭માં સર્ગમાં દેવો પોતાના નિવાસસ્થાને પાછા વળી રહ્યા છે તેવું વર્ણન આવે છે, પણ એથી ઘણું પહેલાં ૧૪મા સર્ગમાં પ્રકરણમાં તેઓ- દેવો અદશ્ય થઈ જાય છે તેવું કહેવામાં આવ્યું છે. ૧૫મા સર્ગમાં વિષ્ણુ કયા પરિવારમાં જન્મ લેવો તેવું વિચારે છે. પણ સર્ગ ૧૪૩૬માં વિષ્ણુ દેવોને તેઓ શા માટે આટલા ગભરાએલા છે તે પૂછે છે. ઉત્તરમાં દેવો તેમના ભયનું કારણ રાવણ છે એમ કહે છે. પણ આ પહેલાંના ૩૧મા શ્લોકમાં દેવોએ આ અંગે વિષ્ણુને આ જ રાક્ષસ વિશે કહ્યું છે. અને વિષ્ણુએ પૂછ્યું પણ છે કે તેમણે શું કરવું જોઈએ. ત્રણ યજ્ઞોનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. અને આમાંથી કોઈ પણ એક બાકીના બેને બિનજરૂરી બતાવે છે. ૧૩મા સર્ગનો અશ્વમેધ યજ્ઞ, ૧૪મા સર્ગનો રૂષ્ટિ: પુત્રીના, અને વળી પાછો ૧૫મા સર્ગમાં રૂષ્ટિ: પુત્રીના. પહેલો યજ્ઞ તો ઋષ્યશૃંગે ૧૧મા સર્ગમાં કર્યો છે. બીજા પ્રસંગે વસિષ્ઠ કર્યો છે. અને તિથિઓમાં ગૂંચવાડો છે. જેના વિશે યુ. શ્લેગલ પોતાની નોંધમાં ઉલ્લેખ કરે છે. ઋષ્યશૃંગના માર્ગદર્શન હેઠળ તૈયારીનું એક વર્ષ વીતી ગયા પછી તે જ તૈયારીઓ વસિષ્ઠના માર્ગદર્શન હેઠળ થતી વર્ણવવામાં આવી છે. આનું પરિણામ એ આવે છે કે યજ્ઞ, બીજી વસન્તઋતુને બદલે ત્રીજીમાં થાય છે. ઈશ્કેલી સંતતિ (પુત્રોના જન્મથી વંશ ચાલુ રહે) એ કાં તો અશ્વમેધ યજ્ઞ દ્વારા યજમાનો અને તેમની પત્નીઓનાં પાપ ધોઈને અથવા ઋષ્યશૃંગની નિર્મળ ઈચ્છાના (13-56) સામર્થ્યથી અથવા ૧૪મા સર્ગ પ્રમાણે ઋષ્યશૃંગની પ્રાર્થનાને માન આપી દેવોની કૃપા દ્વારા મેળવવામાં આવે છે. અથવા છેવટે દેવો રાવણના જુલ્મથી મુક્ત કરવા માટે વિષ્ણુને મનુષ્ય તરીકે જન્મ લેવા વિનંતિ કરે છે. આમાં બે કથાતરો વચ્ચે ભેદ પાડી શકાય તેમ છે. એક પ્રમાણે અશ્વમેધ યજ્ઞના સામર્થ્યથી દશરથને પુત્ર મેળવવામાં સહાય કરે છે. બીજા કથાતર પ્રમાણે દેવો રાવણના દમનમાંથી પોતાને બચાવવા વિષ્ણુ પાસે જાય છે. વિષ્ણુ દશરથના પુત્ર રૂપે જન્મ લેવા ઈચ્છે છે. પહેલા કથાંતર પ્રમાણે સ્વર્ગમાંની સમગ્ર મંત્રણા અનાવશ્યક છે અને બીજા કથાંતર પ્રમાણે અશ્વમેધ યજ્ઞ બિનજરૂરી છે. પ્રથમ કથાંતર પૃથ્વીથી આરંભાય છે જેમાં ઋષ્યશૃંગ નિરર્થક છે કારણ કે વસિષ્ઠ તેના કરતાં વધુ જાણીતા છે. ઋષ્યશૃંગ-પ્રસંગની ઉભાવનાનો ઉદ્દેશ અંગદેશના રાજવી કુટુંબના સહકાર પર રામનો જન્મ આધારિત છે એવું દર્શાવવાનો છે.