________________ 42 રામાયણ એક વાર તે કલ્પાંત કરવા માંડે છે. છેવટે તે પોતાની દષ્ટિ ગુમાવી બેસે છે અને કૌશલ્યાને કહે છે. “કૌશલ્યા હું તને જોઈ શકતો નથી. તારા હાથથી સ્પર્શ કર. મારી દૃષ્ટિ રામ સાથે જ જતી રહી છે. અને હજુ પાછી વળી નથી.” (42-34) કવિન્યાયની માંગ છે કે આ વૃદ્ધ માણસનું હવે મરણ થવું જોઈએ. પોતાના પ્રિય પુત્રના વિયોગનો આ શોકાતુર રાજાને મરણતોલ આઘાત લાગવો જોઈએ. એ તો કવિનો દેખીતો ઉદેશ હતો. કવિને આવો ખ્યાલ હતો તે પ૧-૧૪ થી ફલિત થાય છે કારણ કે લક્ષ્મણ ગુહ સાથે રાત્રિના પહેલા પ્રહરમાં ચોકી કરતાં કહે છે. 16 कौशल्या चैव राजा च तथैव जननी मम / नाशंसे यदि जीवन्ति सर्वे ते शर्वरीमिमाम् / / પણ કાવ્ય અત્યારે છે તે પ્રમાણે દશરથ જીવે છે અને છ દિવસ પછી મરણ પામે છે. જયારે રામનો સારથિ સુમ7 પાછો વળે છે અને દશરથને પોતાની કથની કહે છે. પછીની રાત્રિએ રાજા જાગે છે. અને કૌશલ્યાને કહે છે કે જુવાનીમાં તેનો ઇરાદો ન હતો પણ તેનાથી એક તપસ્વી યુગલનો પુત્ર પોતાના બાણથી હણાયો હતો. માતા-પિતાએ તેને પણ પુત્રના વિયોગથી ભવિષ્યમાં કોઈ દિવસ મરણનો શાપ આપ્યો હતો. દશરથને એવું લાગે છે કે શાપની હવે અસર થશે. ઉપર જેનો અનુવાદ કર્યો તેવી સરખી અભિવ્યક્તિઓ અહીં ફરીથી આવે છે. ___ चक्षुभ्यां त्वां न पश्यामि कौशल्ये त्वं हि मां स्पृश / 64-61 મૃત્યુનાં ચિહ્નો તેને જણાય છે અને છેલ્લી ચીસમાં તે રામ-સીતાને બોલાવે છે અને છેલ્લો શ્વાસ લે છે. આ રીતે 63 અને ૬૪મા સર્ગમાં વર્ણવવામાં આવ્યું છે. મને જરા પણ શંકા નથી કે રામની વિદાય પછી આ વાર્તા ઉમેરવામાં આવી હતી અને હું હજુ પણ માનું છું કે ૬૩મા સર્ગના આરંભમાં મૂળ હકીકતોના અવશેષો મળે છે. બીજો શ્લોક આ પ્રમાણે છે : सभार्ये हि गते रामे कौशल्यां कोशलेश्वरः / _ विवक्षुरसितापाङ्गी स्मृत्वा दुष्कृतमात्मनः // 3 // પછી ક્રમિકતા જાળવતો પછીનો શ્લોક આવે છે. स राजा रजनी षष्ठी रामे प्रवाजिते वनम् / अर्धरात्रे दशरथः सोऽस्मरद् दुष्कृतं कृतम् // 4|| પણ રીના જેવી પછીના શ્લોકની શરૂઆત પ-૪માં પાછળથી ઉમેરાઈ છે.