________________ 40 રામાયણ મૂળ વિચાર એ હતો કે કૂચ કરતા સૈન્યના કોલાહલે રાવણની યુક્તિને ખુલ્લી પાડી દીધી. રાવણે સીતાને એવું કહ્યું છે કે પ્રહસ્તે શત્રુના સૈન્યને રાત્રિના હૂમલામાં પરાસ્ત કર્યું છે અને સમુદ્રની પેલી પાર સુધી હટાવી દીધું છે. એ જે હોય તે રામાયણની રચનાની ગૂંથણી આવી છે કે બે જોડિયા ભાઈઓની વાત 47 અને ૪૮માં કરી છે. અહીં રાવણ સીતાને રામ-લક્ષ્મણનાં મૃત શરીર પુષ્પક વિમાન પરથી બતાવે છે. બન્નેમાં સીતા કરુણ વિલાપ કરે છે. અને એકમાં સરમા અને બીજીમાં ત્રિજટા એ સહાનુભૂતિભરી રાક્ષસીઓ સીતાને સાચી હકીકત જણાવે છે. અત્યારે તો આ બેમાંથી કઈ વાર્તા વધુ પ્રાચીન છે તેનો નિર્ણય કરવો રહેવા દઈએ. પણ મહાભારતમાં જણાવ્યું છે તેમ એક પ્રાચીન કથા જે ૮૧માં સર્ગમાં આવે છે એનાં બે રૂપાંતરો છે. ત્યાં હનુમાન અને વાનરો સમક્ષ માયાવી સીતાને લાવીને તેનો શિરચ્છેદ કરે છે. આ રાક્ષસની યુક્તિ છે. ઈન્દ્રજિતુ પોતે કહે છે. પીડામમિત્ર યગ્ન ર્તવ્યમેવ તત્વ | (81-28) આ યુક્તિ થોડીવાર માટે કામ આપે છે. શત્રુઓ ગૂંચવાડામાં પડે છે અને વિભીષણ સમગ્ર બાબતને સ્પષ્ટ નથી કરતો ત્યાં સુધી રામ નિરાશામાં સરી પડે છે. આ ઘટના અહીં નિરૂપિત પાત્રોનાં ચરિત્ર સાથે સુસંગત છે અને તેમની આવેગભરી લાગણીઓને નિરૂપવાનો ઉદ્દેશ છે. એથી ઊલટું અહીં ચિત્રિત બે દશ્યો બાહ્ય અને આંતરિક સમર્થન વગર એક જ ઉદ્દેશનો દુરુપયોગ દર્શાવે છે. રાવણે રામના મરણની સીતાને શા માટે ખાત્રી કરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જ્યારે તે જાણે છે કે આવી માન્યતા થોડા સમય માટે જ ટકવાની છે. તરત જ તો સીતા તેને વશ થવાની નથી. રાવણનું આ છળ સીતાને વ્યથિત કરશે પણ આવા મહાન રાક્ષસને આ શોભતું નથી. પણ કથાગાયકોને એક હૃદયસ્પર્શી દશ્યનું વર્ણન કરવામાં સહાયભૂત બને છે. અને સીતાના વિલાપોથી જનતા વ્યથિત પણ બને છે. બાકીના સર્ગો 6-35 થી 40 પણ બિનજરૂરી છે. ૧૪મા શ્લોક પછી 35 અને 36 બન્ને અસંગત છે. ૩૭માં સર્ગમાં સૈન્યને ખડું કરવામાં આવ્યું છે. આ વાત ફરી 41 અને ૪રમાં પણ દર્શાવી છે. 38 અને ૩૯માં સુવેલ પરથી રામે જોયેલી લંકાનું સવિસ્તર વર્ણન કર્યા પછી આ સર્વ તદ્દન વધારાનું છે. અહીં સુધી જેનું વર્ણન કરવામાં આવ્યું તેની સાથે સમાનતા ધરાવતા એક બીજા પુનરાવર્તનને પણ ઉલ્લેખી શકાય. ૭૪મા અને ૧૦૧મા સર્ગોમાં લગભગ સમાન રીતે હનુમાન એક હજાર માઈલનુ અંતર કાપીને ઔષધિ લાવવા વાયુમાર્ગે પ્રવાસ કરે છે. કૈલાસ અને ઋષભ વચ્ચેના સ્થળે