________________ હર્મન યાકોબી 39 ત્રીજો દિવસ : ઇન્દ્રજિનું યુદ્ધ અને તેનું મોત ચોથો દિવસ : (રાવણ સાથે યુદ્ધ અને તેનું મોત) દેખીતું છે કે મૂળ વિસ્તાર કરનારા વતનીઓ બીજી જ રીતે ગણતરી કરે છે. 14 તેઓ એક એવી ચુસ્ત માન્યતા ધરાવે છે કે રામ, બરાબર 14 વર્ષ પછી ચૈત્રના શુક્લ પક્ષની નવમીને દિવસે પોતાના પિતાની નગરીમાં પાછા વળ્યા હશે અને એટલે કાવ્યમાં અહીં-તહીં આવતી સર્વ તારીખો કોઈ પણ રીતે, આની સાથે સંવાદી બનાવવી જોઈએ. એટલે તેમને દીર્ઘ સમય જોઈએ છે અને લંકામાં અડધો માસનું યુદ્ધ ચાલે છે. હું ૬ઠ્ઠી કાંડમાંના દીર્ઘ ખંડોને પાછળના પ્રક્ષિપ્ત અંશો તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરીશ. જયારે સમુદ્રના કિનારે વાનરો ઊભા રહ્યા છે, ત્યારે રામ ભયાનક શુકનો જુએ છે. જે તરત જ ૬-૨૩ના યુદ્ધની આગાહી કરે છે. આજ ૨૩-૨-૧૩ના શ્લોકો ૪૧૧૧-૧૨માં પુનરાવર્તિત થાય છે. આ બે ખંડો વચ્ચેનો ભાગ ગાળી નાખીએ તો આપણે કંઈ ખાસ નક્કર ગૂમાવતા નથી. ત્યાં જ આપણા ધ્યાનમાં આવે છે કે શુક અને સારણ વાનરોના સૈન્યની જાસૂસી કરે છે અને રાવણને અહેવાલ આપે છે. રાવણ એક બીજા શાર્દૂલ નામના જાસૂસને મોકલે છે, અને તેની પાસેથી પણ માહિતી મેળવે છે. આ પહેલાં સમુદ્ર કિનારે જ્યારે સૈન્ય આવે છે ત્યારે ૨૦મા સર્ગમાં પણ શાર્દૂલ અને શુકને જાસૂસ તરીકે મોકલવામાં આવે છે. દેખીતું છે કે ગમે તે એક વાર્તા બીજીની ઉભાવના માટે જવાબદાર છે, અને મારા મત પ્રમાણે પછીના ખંડોમાં આવતી વાત વધારે પ્રાચીન છે. જયારે નગરના દરવાજે સૈન્ય આવી પહોચ્યું હોય ત્યારે સમુદ્રની પેલે પાર શત્રુ હોય તેના કરતાં એ વધુ સંભવિત છે કે નગરના દરવાજે સૈન્ય આવી પહોચ્યું હોય ને જાસૂસી કરવામાં આવે. આપણે વાર્તાના ક્રમિક વિકાસને વધુ આગળ અનુસરી શકીએ. શાર્દૂલ શુક્ર-સારણ જેવું જ કાર્ય કરે છે. અને એટલે એક વાર્તા બીજી વાર્તા કરતાં ભાગ્યે જ સારી છે. વધુમાં મને તો દરેક વાર્તા બિનજરૂરી લાગે છે કારણ કે જાસૂસીની કોઈ અસર તો કાવ્યના કોઈ પણ બનાવ પર પડતી નથી. ભારતીયોની યુદ્ધકળામાં યૂહરચના શૌર્ય જેટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે પછીના ગાયકોએ વાલ્મીકિની ઉપેક્ષાના કારણે આવેલી ખામીને સુધારી છે. પછીથી એ દશ્ય આવે છે જેમાં રામનું માયાવી મસ્તક અને ધનુષ્ય દ્વારા સીતાને ભ્રમમાં નાખવાનો રાવણ પ્રયત્ન કરે છે. પણ પ્રભાવશાળી આરંભ પછી દશ્ય નિન્દનીય સ્થિતિમાં સમાપ્ત થાય છે. સંભવતઃ અત્યારનો પાઠ ઘણો વિકૃતિ પામ્યો છે. ૩૪મા સર્ગના અંતથી અને ૩પમાં સર્ગના આરંભથી જે રીતે વાત આગળ વધે છે તે પ્રમાણે