________________ હર્મન યાકોબી 37 આવી છે. આમાં સુગ્રીવ બીજા બધા પછી બોલે છે. પણ તેનું વક્તવ્ય તેના પ્રથમ વક્તવ્યની જેમ તે જ શબ્દો સાથે અંત પામે છે. તે સમયે બન્ને ખંડોમાં (17-30 અને 18-20) આ શ્લોકો આવે છે. एवमुक्त्वा तु तं रामं संरब्धोऽवाहिनीपतिः / वाक्यज्ञो वाक्यकुशलम् ततो मौनमुपागमत् // કૌંસમાંના શબ્દોને બદલે બીજા ખંડમાં આમ છે. રઘુશ્રેષ્ઠ સુગ્રીવો ! એ તદ્દન સ્પષ્ટ છે કે 17.13 થી 18-16 સુધીનો ભાગ પછીનું ઉમેરણ છે. પ્રક્ષેપણનો ઉદ્દેશ જો કે નીતિસારના સિદ્ધાન્તો શિખવવાનો છે. એ સ્પષ્ટ છે કે શ્રીમંતોના વર્તુળમાં આ વિષય બહુ લોકપ્રિય હતો અને તેથી ભાટ-ચારણો, જનતાને રાજી કરવાની એક પણ તક જવા દેતા નહીં.૧૩ આ પ્રકારની ચર્ચામાં બીજા કાંડના દસમા સર્ગના શુષ્ક અને ઉપદેશાત્મક સૂર હોવાને કારણે પ્રક્ષિપ્ત હોવાની છાપ પાડે છે. એક બીજું પણ ધોરણ છે જેનાથી પ્રક્ષિપ્ત અંશને પકડી શકાય. કેટલીક વાર પ્રકરણને અંતે એક નવો વિષય દાખલ કરવામાં આવે છે. જે, પ્રક્ષિપ્ત ખંડ પછી પુનરાવર્તિત કરવામાં આવે છે. હનુમતે પોતાની સીતા સાથેની મુલાકાતનો આપેલો પહેલો અહેવાલ સીમાં આ શબ્દો સાથે પૂરો થાય છે. एतदेव एव मयाख्यातम् सर्वं राघव यद्यथा / सर्वथा सागरजले सन्तारः प्रविधीयताम् / / 5-65-27 / / આ ઉપદેશવચનની અસર ત્રણ સર્ગો પછી ૬-૧માં અનુભવાય છે. હૃદયસ્પર્શી દેશ્યને લંબાવવા ખંડો દાખલ કરવામાં આવે છે. જો કથાકાર શ્રોતાને રસતરબોળ કરી શકે તો, તે પ્રમાણે તેને પુરસ્કાર મળે. આ કિસ્સામાં ૬૬માં સર્ગની ભાષામાં ખૂબ ગૂંચવાડો છે અને ૬૭મો સર્ગ વિદાય-દશ્યનું શબ્દશઃ પુનરાવર્તન છે. જે અગાઉ નિઃશેષપણે અમે દર્શાવ્યું છે. એક ઉદાહરણ એવું પણ ઉલ્લેખી શકાય કે જેમાં એક જ વિષયનાં જુદાં જુદાં રૂપાંતરો બાજુ બાજુમાં જાળવવામાં આવ્યાં હોય. છઠ્ઠા કાંડના આરંભમાં વિભીષણનો દેશનિકાલ વર્ણવવામાં આવે છે. તો અહીં ઘણો ગૂંચવાડો છે. ૬ઠ્ઠા સર્ગમાં તેમજ 10, 11 અને ૧૨માં રાક્ષસોની સભા ભરાય છે. અહીં જરા પણ શંકા નથી કે એક જ વિષયનાં ચાર કાવ્યોનો આરંભ સાથે જાળવવામાં આવ્યો છે. ભિન્ન રૂપાંતરોમાંથી કોઈ એક વાર્તાના પુનર્ગઠન માટેનો કોઈ પ્રયત્ન જ કરવામાં આવ્યો નથી. હું ફક્ત હકીકતનો ઉલ્લેખ કરીશ પણ મૂળના પુનર્ગઠનનો પ્રયત્ન નહીં કરું. સંભવત: રચનાકારોએ