________________ 36 રામાયણ स च सर्वान् समानीय वानरान् वानरर्षभः / दिशः प्रस्थापयामास दिदृक्षुर्जनकात्मजमाम् // આ શ્લોકોમાંથી એવો અર્થ નીકળતો નથી કે ચાર દિશાઓમાં ચાર સમૂહો મોકલવામાં આવ્યા હતા. જો કે પાઠ એવા અર્થઘટનને નકારી પણ કાઢતો નથી. પણ એનો અર્થ એ કે સીતાની શોધમાં વાનરોને મોટી સંખ્યામાં સર્વત્ર મોકલવામાં આવ્યા હતા. - આ ચાર દિશાઓમાં કૂચની વાર્તા પ્રક્ષિપ્ત છે. એના વધુ સમર્થનમાં એ હકીકત પણ છે કે વાર્તામાં આવતા સર્વ વાનરો હનુમાનની સાથે જાય છે. આમાં પશ્ચિમ દિશામાં શોધવાની જવાબદારી જેને સોંપવામાં આવેલી તે સુષેણ પણ છે. વધુમાં બાકીની ત્રણ કૂચને દાખલ કરાવનાર વાર્તામાં જણાય છે ખરા, પણ કોઈ મહત્ત્વનો ભાગ ભજવતા નથી. ગૂંચવાડાભર્યા અને ત્રુટક વર્ણનમાં પણ ભૌગોલિક વર્ણન પ્રક્ષિપ્ત છે એ આ મતના સમર્થનમાં પુરાવારૂપે માની શકાય. આ કદાચ કોઈ સંગીતકારની સરજત છે, જે પોતાની તૈયાર કૃતિઓની મંજૂષામાં આ લોકપ્રિય કથાવસ્તુને પણ મેળવવા માંગતો હતો. આવાં કથાવસ્તુને દિગ્વિજય અને મહાભારતમાંના આવા પ્રવાસોમાં કુશળતાથી વણી લેવામાં આવ્યું છે. આવા બીજા પ્રક્ષેપોનાં નાનાં ઉદાહરણો દર્શાવવા હું પ્રથમ તો ૬-૬૯નો ઉલ્લેખ કરીશ. અહીં થોડા હણાએલા રાક્ષસોની નોંધ લેવામાં આવી છે જે કાં તો ત્રિશિર (327), નરાન્તક (૬-૫૮)ની પહેલાં હણાયેલ છે. અથવા તો કેટલાક રાક્ષસો જેવા કે મહોદર (6-97) અને મહાપાર્થ (6-98) જેવા ફરી હણાય છે. વધુમાં શ્લોકોમાં ઇન્દ્રવજની ઘૂસણખોરી પણ ધ્યાનાકર્ષક છે અને આના માટે એક યુવાન કવિના સાહસને જવાબદાર ગણવું જોઈએ. ઉપર (બીજો ભાગ, બીજો વિભાગ) સર્ગના આરંભે અને અંતે શ્લોકોના પુનરાવર્તન પરથી પ્રક્ષિપ્ત સર્ગ શોધી કાઢવામાં આપણે સફળ થયા છીએ. આવી લાક્ષણિકતાને આપણે વારંવાર ધ્યાન પર લેવાની છે. જો કે હનુમાન પ્રસંગ જેવા મોટા ખંડોમાં એમ થશે નહીં. 6-17- 27 થી 30 શ્લોકો પછીના સર્ગમાં (પ-૧૭ થી 20) પુનરાવર્તન પામ્યા છે. આ સર્ગોમાં વિભીષણનો સત્કાર વર્ણવવામાં આવ્યો છે. સુગ્રીવ વિભીષણ જાસૂસ હોવાથી વિભીષણને મારી નાખવાની રામને સલાહ આપે છે. પણ રામ અસહાયનું રક્ષણ કરવાની પોતાની ફરજ વિશે દઢતાથી બોલે છે. સુગ્રીવ અને રામના વાર્તાલાપની વચ્ચે વાનરોની સભામાં એક તપાસ સમિતિને દાખલ કરવામાં