________________ 34 રામાયણ આવ્યું છે. સંગીતકારો આ પ્રસંગને દાખલ કરી, શ્રોતાઓમાં હાસ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરતા. એટલે કવિ એ વિચારવા રહેતો નથી કે, હનુમાનના પાત્રને આ શોભે છે કે નહીં. જયારે સતત વાનરોની પશુપ્રકૃતિને આગળ કરવામાં આવે છે અને અતિશયતાભર્યું નિરૂપણ કરવામાં આવે છે ત્યારે વિડંબનાની છાપ ઊઠે છે. અને તેથી સંબંધિત ખંડની અધિકૃતતા વિશે આપણે શંકાશીલ બનીએ છીએ. આ રીતે 5-61 થી ૬૪માં પોતાની કૂચની સફળતાથી વાનરો ઉન્મત્ત બની ગયા અને મધુવનને છિન્નભિન્ન કરી નાખ્યાના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ખંડ બિનજરૂરી અને ગૂંચવાડો પ્રેરનારો છે. જો આને કાઢી નાખીએ તો, ૬૦મા સર્ગનો અંત ૬૫મા સર્ગના આરંભ સાથે સહેલાઈથી જોડાઈ જાય तस्माद् गच्छाम वै सर्वे यत्र रामः स-लक्ष्मणः / સુગ્રીવશ મહાતેગ: #ાર્યDાસ્ય નિવેદ્રને II60-11 ततः प्रस्रवणं शैलं ते गत्वा चित्रकाननम् / प्रणम्य शिरसा रामं लक्ष्मणं च महाबलम् // 65-1 // હવે આપણે નાના-મોટા ખંડોની અધિકૃતતાનો વિચાર કરીશું. સુગ્રીવ સીતાની શોધમાં વિનત, હનુમત, સુષેણ અને શતબલિની આગેવાની હેઠળ અનુક્રમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં ચાર સમૂહોમાં વાનરોને મોકલે છે. આ પ્રસંગ જગતની ચાર દિશાઓનું વર્ણન કરવાની સુગ્રીવને તક પૂરી પાડે છે. (4-40 થી 43) આ ચાર કૂચો મૂળ કાવ્યમાં ઘટી નથી અને કેવળ પોતાના મિત્રો સાથે હનુમાનને જ સીતા શોધવાનું કામ સોંપવામાં આવેલું છે એ હકીકતમાંથી ફલિત થાય છે કે અભિજ્ઞાનના ચિહ્ન રૂપે મુદ્રિકા હનુમાન લઈ જાય છે. ૪૪માં સર્ગમાં મૂળ વાર્તા આવે છે જેમાં સુગ્રીવ હનુમાનને સીતાની શોધ કરવાનો આદેશ આપે છે અને રામ મુદ્રિકા તેમને સોંપે છે.૧૦ આ વધુ ત્રણ સમૂહો મોકલવાની વાર્તામાંની અસંગતિને દૂર કરવાનો એક નબળો પ્રયત્ન પહેલો શ્લોક ઉમેરીને કરવામાં આવ્યો છે. विशेषेण तु सुग्रीवो हनुमत्यर्थमुक्तवान् / स हि तस्मिन् हरिश्रेष्ठे निश्चितार्थोऽर्थसाधने / સીતા પ્રતિ દૂત તરીકે હનુમાનને પસંદ કરવા અને છતાં બીજી ત્રણ ટૂકડીઓ મોકલવી એમાં રહેલી અસંગતિ કૃતિમાં એક કે બે શ્લોક ઉમેરીને દૂર થઈ શકે નહીં.