________________ હર્મન યાકોબી 33 पुनदृष्टा च वैदेही विसृष्टश्च तया पुनः // 165 / / પછીના પ૯ અને ૬૦મા સોંમાં આ પ્રસંગનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પણ તે એટલો ઘણાં પુનરાવર્તનોથી ગૂંચવાડાભર્યો છે કે (બી 59-7,8= 60-5,6 અને પ૯-૨૫-૨૮=૧૮, 59-61) તેને પ્રાચીન ગણી શકાય તેમ નથી. આ પ્રસંગની અધિકૃતતાની વિરુદ્ધમાં પુરાવાઓ રજૂ કરવાને બદલે આ સર્ગમાંનો તેમનો ઉલ્લેખ તેમની પોતાની અધિકૃતતા વિશે પ્રશ્ન ઊભો કરે છે. શંકાસ્પદ બનેલા આ પ્રસંગમાં હનુમાન રાવણના પુત્રને હણે છે. કોઈ પણ વ્યક્તિને માટે એવું વિચારવું સ્વાભાવિક ગણાશે કે આ પરાક્રમ કાવ્યમાં હલચલ મચાવી દેશે અને ૬ઠ્ઠા કાંડમાં યુદ્ધ દશ્યમાં આનું ઔચિત્ય પણ છે. પણ અક્ષનો ઉલ્લેખ કેવળ 6-59-58 અને ૬-૬૦-૭પ એમ બે સ્થળે જ થયો છે. આ બન્ને સ્થળોને સહેલાઈથી પ્રક્ષિપ્ત ગણી શકીએ તેમ છીએ. 6-59 પ્રક્ષિપ્ત છે. એ બીજી રીતે પણ અનુમોદિત થાય છે. આ સર્ગ શ્લોક અને ત્રિષ્ટ્ર, છંદના મિશ્રણમાં રચાયો છે. અહીં અકંપન અને નરાન્તકને જીવતા દર્શાવ્યા છે. જયારે પદમાં સર્ગમાં પ્રથમનું અને ૫૮માં બીજાનું મૃત્યુ નિરૂપાયું છે. વધુમાં અહીં વર્ણવવામાં આવેલા લક્ષ્મણના રાવણ સાથેના યુદ્ધમાં રાવણ લક્ષ્મણને ભાલાથી વધે છે એ ખરેખર તો સર્ગ ૧૦૦માંના આ જ પ્રસંગોનું અનુકરણ અને પુનર્ધટન છે. છેવટે જો કે રામ રાવણ સાથે યુદ્ધ કરે છે. ત્યારે રામ 100-46 થી પરમાં નિરૂપ્યા પ્રમાણે પહેલવહેલા રાવણને મળે છે. ૬૦-૭૫ના બીજા ખંડની બિનઅધિકૃતતા સંદર્ભમાંથી ફલિત થાય છે. રાક્ષસોએ કુંભકર્ણને જગાડ્યો છે. અને તેની નિદ્રા દરમ્યાન રામનું સમુદ્રને પાર કરવું, લંકાદહન, હનુમાન દ્વારા અક્ષનું હણાવું (પ-૭પ)ની બનેલી આ ઘટનાઓથી તેને વાકેફ કરવામાં આવે છે. પણ છેલ્લી બે ઘટનાઓની કુભકર્ણને જાણ હશે કારણ કે, એ બન્યા પછી રાક્ષસો સાથેની ચર્ચામાં તેણે તે જ કાંડના ૧૨મા સર્ગમાં જણાવ્યું છે તે પ્રમાણે ભાગ લીધો છે. હનુમાન-પ્રસંગની શૈલીનો બારીકાઈથી અભ્યાસ કરીએ તો રામાયણના અધિકૃત ખંડો સાથે હનુમાન પ્રસંગ જોડાયેલો છે તે બાબતમાં મને શંકા નથી થતી. ખાસ તો શ્લોક પૂરો કરવા માટે વિશેષણો અને નિપાતોનો ઉપયોગ અને ચોક્કસ વર્ણનનો અભાવ ખાસ ધ્યાનમાં આવશે. એક બીજી પણ બાબત અહીંયા જણાવી દેવી જોઈએ અને તે એ કે આ પ્રસંગના મોટા ભાગમાં એક પ્રકારનો વિડંબનાનો ભાવ વ્યાપ્ત છે. પ્રસંગના રમૂજી અંગ પર ભાર મૂકવા હનુમાનની વાનરની પ્રકૃતિનું ઉજ્જવળ રંગોમાં નિરૂપણ કરવામાં