________________ હર્મન યાકોબી 31 नगरीमाकुलं कृत्वा वंचयित्वा च रावणम् / दर्शयित्वा बलं घोरं वैदेहीमभिवाद्य च // 24 // प्रतिगन्तुं मनश्चक्रे पुनर्मध्येन सागरम् / ततः स कपिशार्दूलः स्वामिसन्दर्शनोत्सुकः // 25 // બારોટ રિશેષમરિષ્ટનેમિઃ વિગેરે દક્ષિણ ભારતની આવૃત્તિઓ, તીર્થ અને ગોવિન્દરાજ તતઃ સ થી સીધો આરંભ કરીને ચાલુ કરી દે છે. આપણે હનુમાન-પ્રસંગની પૂર્વે અને પશ્ચાતું આવતા વિદાય-દશ્ય વિશે વિશેષ તારણો પર આવીએ તે પહેલાં આપણે એ પણ નિશ્ચિત કરવું ઘટે કે મૂળ પ્રતમાં (ડીઆઓયુસ યુ Diakeuse U) પણ એ જ પરિસ્થિતિ પ્રવર્તતી હતી કે કેમ, કારણ કે બીમાં હનુમાન-પ્રસંગની પહેલાં વિદાય-દશ્ય આવતું નથી. આ (વિદાય-દશ્ય)સી અને એમાં જ આવે છે. એટલે બહુ જ વાજબી શંકા ઉપજે છે કે ઉર-UR (મૂળ રામાયણ)માં પણ હનુમાન-પ્રસંગ પહેલાં આવતો કે પછીથી. આંતરિક પ્રમાણોને આધારે પછીનો વિકલ્પ અસંભાવ્ય છે કારણ કે પહેલું તો વિદાય-દશ્ય સીતા સાથેના પહેલાં આવતા સંવાદનું સ્વાભાવિક સમાપન છે અને બીજું, પ્રસંગ પછીનો બીજો શ્લોક (દ્રિ વા મી) અર્થહીન છે. કારણ કે સીતાનું એ બાલિશ વર્તન હતું કે તેમણે હનુમાનને પોતાની સાથે છૂપાઈને એક દિવસ વધારે રહેવાનું કહ્યું, જ્યારે હનુમાન પોતાના શત્રુઓ પાસેથી માંડ માંડ છૂટ્યા હતા. ઊલટું સીતાની ઈચ્છા આ પ્રસંગ પૂર્વે ઉચિત ત્યારે હતી કે જ્યારે હનુમાનને ત્યાં સુધી કોઈએ જોયા ન હતા. મૂળમાં એટલે એ શંકા કરવાની નથી કે વિદાય-દશ્ય સી અને એ માં પ્રસંગપૂર્વે ઘટ્યું હતું. પણ બીએ પુનરાવર્તન ટાળવા આ પ્રસંગને ઊંચકીને પ્રસંગ પછી મૂક્યો. પુનઃ એ બી સીએ પ્રસંગ પછી આને મૂક્યો. એટલે એ ચોક્કસ છે કે, ઉર UR (મૂળ રામાયણ)માં પણ ત્યાં એનું પુનરાવર્તન કરવામાં આવ્યું. વિદાયના દશ્યનું પુનરાવર્તન આમ અતિ સ્પષ્ટ હોવા છતાં સંદર્ભમાં અસંગત છે. પણ એને એ રીતે સંતોષજનક રીતે સમજાવી શકાય છે કે સમગ્ર હનુમાન-પ્રસંગ જ પછીનું ઉમેરણ છે. તેના અહીં આરોપણથી સંદર્ભમાં ખલેલ પહોંચે છે અને તેથી તૂટેલા દોરનું સંધાન કરવું આવશ્યક હતું. સૂતો આવા સૂક્ષ્મ કાર્યમાં નિષ્ણાત ન હતા અને મૂળના કર્તાઓ (Diakeuasts) તો ઘણા જ ઓછા નિપુણ હતા. પણ ખંડનું પુનરાવર્તન કરીને તેઓએ આ મુશ્કેલીનું નિવારણ કર્યું. એમ કરતાં પછીની વાર્તાને જોડી દીધી અને તે રીતે કથાકારનો સંદર્ભ પુનઃ અનુસંધાન કરવામાં શ્રોતાઓને સહાય કરી.”