________________ 30 રામાયણ જ્યારે સર્વ સ્થળે લાગુ પડી શકે, તેવા તટસ્થ (Objective) માપદંડથી અધિકૃત કે પ્રક્ષિત ખંડની ચકાસણી) કરવાના આપણા પ્રયત્નો નિષ્ફળ જાય છે ત્યારે દરેક ઉદાહરણમાં આંતરિક પ્રમાણોને આધારે આપણે સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રયત્નમાં આપણે પોતાની પૂર્વના કે પછીના ભાગ સાથે વિરોધ દર્શાવતો ખંડ હોય તો તેને તારવવો જોઈએ. વધુમાં સમગ્ર વર્ણનમાં સ્વાભાવિક કે વિલક્ષણ પરિવર્તન દર્શાવતું હોય અથવા તો બાહ્ય સ્વરૂપમાં કોઈ વિચિત્રતાઓ હોય તો તેને તારવવાં જોઈએ. હું એવા ખંડની ચકાસણી આરંભુ છું જેમાં મોટા ખંડનું પ્રક્ષેપણ ઘણે અંશે શક્ય છે. હું હનુમત્ પ્રસંગની વાત કરી રહ્યો છું જેનો મેં પહેલા ભાગના બીજા ખંડમાં ઉલ્લેખ કર્યો છે. હનુમાનનો રાવણની અશોકવાટિકામાં સીતા સાથે વાર્તાલાપ અને પછી તેમની વિદાય લીધા પછી હનુમાને વિચાર્યું કે (પ-૪૧) રાક્ષસો સાથે કેવી રીતે થોડું તોફાન કરી શકાય. તેમણે અશોકવાટિકાનો નાશ કર્યો. પોતાના વિરાટ સ્વરૂપથી રાક્ષસીઓને ડરાવી અને રાવણે તેમની સામે મોકલેલા રાક્ષસો સાથે લોહિયાળ યુદ્ધ ખેલ્યું. તેમણે ઘણા શત્રુઓને પરાભૂત કર્યા અને છેવટે રાવણના પુત્ર અને તો મારી નાખ્યો. પણ ઇન્દ્રજિતે બ્રહ્માસ્ત્રથી તેમને બાંધી દીધા. પછી તેમને રાવણ સમક્ષ લાવવામાં આવે છે. તો રામ તરફથી તેમના દૂત તરીકે સીતાને રામને સોંપી દેવાનું કહે છે. ક્રોધમાં આવી રાવણ તેને મારી નાખવા ઈચ્છે છે પણ વિભીષણ ઠપકો આપે છે કે દૂતને મારી નાખી ન શકાય પણ તેને અંગવિકલ કરીને દંડ કરી શકાય. રાવણે તેમની પૂંછડી તેલમાં બોળેલાં ચીંથરાંથી વીંટાળી દીધી અને પછી તેને સળગાવી નગરમાં ફેરવવામાં આવતાં, હનુમાને પોતાને બંધનમાંથી મુક્ત કર્યા જેથી કરીને અગ્નિ તેમને કશી ઈજા પહોંચાડી શકે નહીં (કારણ કે સીતાએ હનુમાનને રક્ષવાની અગ્નિને પ્રાર્થના તો કરી જ હતી) અને સળગતી પૂંછડી સાથે એક ઘરથી બીજા ઘર પર હનુમાન કૂદવા લાગ્યા અને આખી લંકામાં આગ લગાડી. શુભ શુકનો અને ચારણોનાં ગીતોએ સર્વ જગ્યાએ ફેલાએલી આગ સીતાને તો ભોગ નહીં બનાવે ને એવા હનુમાનના ભયને શાંત કર્યો. અહીંયાં ઉપર્યુક્ત અને પદમા સર્ગમાં પુનરાવર્તન પામી વિદાય દશ્ય પુરું થાય છે. બોમ્બે આવૃત્તિમાં નીચેના શ્લોકો વાર્તાના ચાલુ પ્રવાહમાં અંતરાયરૂપ બને છે.* राक्षसान् प्रवरान् हत्वा नाम विश्राव्य चात्मनः / समाश्वास्य च वैदेही दर्शयित्वा परं बलम् // 23 //