________________ હર્મન યાકોબી 29 પ્રસંગમાંથી (1-54 થી 65) આંકડાઓ આપવામાં આવ્યા છે. એ ધ્યાનપાત્ર છે કે બીજા ખંડમાં ત્રીજા પ્રકારની વિપુલા અને ચોથા ખંડમાં બીજા પ્રકારની વિપુલાની સંખ્યા પહેલા ખંડની સરેરાશ સંખ્યા કરતાં ઘણી પાછળ રહે છે. જ્યારે પાંચમા ખંડમાં પહેલા પ્રકારની વિપુલાની સંખ્યા અસ્વાભાવિકપણે ઊંચી છે પણ આના આધારે એથી મોટાભાગના કાવ્યના કર્તા કરતાં, બીજા કોઈ કવિનું કર્તુત્વ ગણવાનું બહુ જ જોખમી છે. - વિપુલા 1 2 3 4 1. ખંડ 38 29 32 4 2. ખંડ 38 28 17 6 3. ખંડ 39 31 28 1 4. ખંડ 41 12 33 2 5. ખંડ 65 21 285 કેટલાક ખંડોમાં વિપુલામાં પડ્યો પુષ્કળ મળે છે. તો બીજા કેટલાકમાં બહુ જ ઓછાં છે એ પણ જણાવી શકાય. શું અહીં પ્રક્ષિપ્ત ખંડો ઓછા પ્રમાણમાં છે કે કવિ જ્યારે વાર્તા કહેવાનો આરંભ કરે છે ત્યારે વિપુલા પદ્ય તેના માનસમાં ઝબકે છે. મને ઘણીવાર એવું લાગ્યું છે કે વિપુલા પઘથી નવું વિષયવસ્તુ આરંભાય છે. ભાષાકીય વિશિષ્ટતા એકબીજાથી કર્તાઓને જુદા તારવવાનું એક બીજું સાધન છે. સંભવતઃ કોશગત આંકડાકીય ગણતરી દર્શાવશે કે કેટલાક શબ્દો કવિતાના કેટલાક ભાગમાં આવે છે તો બીજે તેઓ અનુપસ્થિત હોય છે. મેં મારા વિદ્યાર્થી શ્રી વિષ્ક્રને સંજ્ઞાવાચક નામો અને વિશેષણો અંગે આવું સમીક્ષણ કરવાનું કહ્યું છે અને મેં જાણ્યું છે કે તેને રસપ્રદ પરિણામો મળ્યાં છે. અલબત્ત આ માપદંડ ગૌણ સાધનરૂપે ત્યારે જ અપનાવાનું છે જયારે બીજા કારણોથી ખંડ પ્રક્ષિપ્ત જણાતો હોય. છેવટે વ્યાકરણગત અનિયમિતતાઓનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. પણ સમગ્ર કાવ્યમાં તેમાં લગભગ એકવાક્યતા છે. પરિણામતઃ આ લાક્ષણિકતાને અધિકૃતથી પ્રક્ષિતને અલગ તારવવા માટેની કસોટી તરીકે નહીં ગણી શકીએ. ૧૮૮૭ના Koing Saehs. Gesellschaft der Wissenschaft-l Phil. Hist. 11 31941 ell બોટલીન્કના સંગ્રહમાંથી મેં કશું લીધું નથી. કદાચ આપણા ખાસ પ્રયોજનમાં એનો જે પણ ઉપયોગ થાય તે ખરો.