________________ રામાયણ (diaskeuasts) એ પરંપરા પ્રાપ્ત તત્ત્વોને પડતાં મૂકવાનું સાહસ કર્યું નહીં. એ સિવાય આટલી બધી મોટી સંખ્યામાં શ્લોકો ખાસ કરીને સીમાં કેવી રીતે આપણા માટે જળવાયા હોય? આની રચના થઈ શકે એમ નથી. કારણ કે આ શ્લોકોનું વિધેય નથી અને બીજી બાબતો પણ છે. આવા શ્લોકોના ટૂકડા પણ છે જે અત્યાર સુધી સચવાયા છે. પણ છતાં સરળતાથી દૂર કરી શકાય તેમ છે. કોઈ પણ વ્યક્તિ પારખી શકે છે કે સંપાદકોએ કૃતિ સાથે સંપ્રજ્ઞતાથી કે ઉપલકપણે કામ લીધું છે. જે રીતે જોવું હોય તેમ. હોમરનાં મહાકાવ્યોની જેમ રામાયણની રચના અને ઇતિહાસ વિશે આપણને ચોક્કસ અને અશેષ અભ્યાસ જ મૂલ્યાંકનાત્મક માહિતી પૂરી પાડી શકે. છઠ્ઠા કાંડમાં મોટા ભાગના પ્રક્ષેપો અપેક્ષિત છે. રાક્ષસો સાથેના યુદ્ધોમાં ખડકો અને વૃક્ષો શત્રુઓ સામે ફેંકવામાં આવતાં. પણ આ શસ્ત્રો અભુત આયુધો આગળ બિન અસરકારક બની જતાં. કવિઓ અને ભાટ-ચારણો પોતાની રચનામાં આ કથાવસ્તુનો બહુ જ યોગ્ય રીતે વિનિયોગ કરતા. 60 સર્ગોમાં જાણે અંતહીન યુદ્ધ વર્ણવાયું છે. મૂળ વર્ણન બહુ જ સંક્ષિપ્ત હશે તેનું અનુમાન ૧-૧ની સમીક્ષણ કરતી અનુક્રમણિકામાં એક પંક્તિમાં સમસ્ત લંકાયુદ્ધને સમાવવામાં આવ્યું છે તેના પરથી થઈ શકશે. तेन गत्वा पुरीं लङ्कां हत्वा रावणमाहवे / रामः सीतामनुप्राप्य परां व्रीडामुपागमत् / / 8 / / બીજી તરફ 6-01-16 થી આરંભ થાય છે અને ઇન્દ્રજિતના મરણ સુધી અને છેવટની નિર્ણયાત્મક લડાઈ સુધી પણ સંઘર્ષ કેવળ ત્રણ દિવસ ચાલે છે. विभीषण-हनुमद्भ्यां कृतं कर्म महद् रणे // 16 // अहो रात्रैस्त्रिभिर्वीरः कथंचिद् विनिपातितः // ત્રણ દિવસનું કાર્ય તો ચોક્કસપણે જાણી શકાય. બાંધે છે. બીજો દિવસ : રાક્ષસોને મારીને પાછા હટાવવામાં આવ્યા છે. કુમ્ભકર્ણને જગાડ્યો છે. તે હિંસકપણે યુદ્ધમાં કૂદી પડ્યો છે. પણ છેવટે માર્યો જાય છે.