________________ હર્મન યાકોબી 43 स राजा पुत्रशोकातः स्मृत्वा दुष्कृतमात्मनः / कौशल्यां पुत्रशोकार्तामिदं वचनमब्रवीत् / / 5 / / સંભવ કે ત્રીજામાંથી બીજી પંક્તિ અને ચોથામાંથી પહેલીને લઈને શ્લોક ઉમેર્યો છે. કારણકે ત્રીજો પ બીમાં શબ્દશઃ આવે છે. હાલના સંદર્ભમાં સિતાપી અભિવ્યક્તિ અનુચિત વિશેષણ જણાય છે. અને વિવધુ મુખ્ય ક્રિયાપદનું સ્થાન લઈ શકે નહીં, જે એને અહીં આપવામાં આવ્યું છે. હવે બન્ને અડધિયાઓ દૂર કર્યા પછી ૩બીનો કૌશલ્યા શબ્દ ન સમજી શકાય તેવો બને છે. શક્ય છે કે સોનુને જેવા શબ્દની જગ્યાએ તે આવે છે. કારણ કે રામ પોતાની પત્ની અને ભાઈ સાથે વનમાં ગયા છે. આ બન્ને અર્ધશ્લોકો 6 દિવસના સિદ્ધાન્તને જાળવવા ઉમેરાયા છે જે રામની વિદાય અને દશરથના મરણ વચ્ચેના છે. 17 એ અને બીમાં આ શ્લોક નથી. પણ બન્ને વાચનામાં ૬૫મો સર્ગ એવા શ્લોક સાથે આરંભાય છે કે જેમાં સામગ્રી એકસરખી છે. અને જેમાંથી સીના શ્લોકોમાંથી જે તારણ મેં તારવ્યું છે તેનું અનુમાન થઈ શકે છે. रामे मनुजशार्दूले सानुजे वनमाश्रिते / રાના શરથ: શ્રીમાનું (એ સ્ટ્રીમ) ખાપર્વ સમ્મદ્યત || છતાં અહીં એવું વિધાન આવે છે કે અહીં વર્ણવાયેલી ઘટના રામની વિદાય પછી છઠ્ઠા દિવસે બને છે. કવિના આશયની વિરુદ્ધનો આ દિવસ નિશ્ચિત કરવાનું કોઈ ખાસ કારણ નથી. મારી ધારણા આ પ્રમાણે છે. રામનો વનવાસ અને નગરમાં પ્રત્યાગમન શુક્લપક્ષની નવમીએ ઘટે છે. છ દિવસ પછી ચેત્રની પૂર્ણિમા છે. સંભવતઃ દશરથનું મૃત્યુ આ દિવસે થયું હોય. જો અમારી આ ધારણાઓ યથાર્થ હોય તો 40 થી 44 સર્ગો દૂર કરવા જોઈએ. તે એક જ વિષય પરનાં અનુવર્તનો છે જે દ્વારા પછીના કથાકારો શ્રોતાઓને લાગણીના પ્રવાહમાં ખેંચવા ઈચ્છતા હતા. રામની ઘરેથી વિદાય પછી ચિત્રકૂટ પર સ્થિર થવા સુધીના પ્રવાસની મૂળ ઘટનાઓનો અનુક્રમ છે. પછી કવિ રાજાનું મૃત્યુ, ભારતનું પ્રત્યાગમન, રાજયપુરા વહન કરવા, ભરતનો રામને પાછા લાવવા માટેનો પ્રવાસ આ૮ સર્વ અયોધ્યાની ઘટનાઓ વર્ણવવા કવિ પાછા જાય છે. ૯૪મા સર્ગથી વાર્તાના પહેલા સૂત્રને ૯૬મા સર્ગના બીજા સૂત્ર સાથે વણી લેવામાં આવે છે. અત્યાર સુધીનું આપણું પરીક્ષણ સ્વતંત્ર ટૂકડાઓને પછીના પ્રક્ષિપ્ત અંશો તરીકે દર્શાવવા પૂરતું મર્યાદિત રહ્યું છે. હવે પછીના ઉમેરાતા એવા પહેલા કાંડમાંથી મૂળ