________________ હર્મન યાકોબી 41 તે ઔષધિ મળતી નથી. છેવટે તે પોતાના માથા પર આખો પર્વત ઉપાડીને લંકા પાછા ફરે છે. ૧૦૧મા સર્ગનું સંક્ષિપ્ત વર્ણન ૭૪માના દીર્ઘ વર્ણનની અપેક્ષા રાખે છે. 15 પણ આનો થોડો ભાગ ત્રિષ્ટ્રમાં રચાયો છે જે હંમેશાં પછીથી ઉમેરણ પામેલા પ્રક્ષિત અંશનું ચિહ્ન છે. બીજું પણ એક એવું લક્ષણ છે કે જે તેની અધિકૃતતાની વિરુદ્ધ જાય છે. લંકા પહોંચવા માટે હનુમાને મારેલો કૂદકો એક રાક્ષસી-વિરાટ કૃત્ય છે અને એનું ઠીક ઠીક વિગતોમાં વર્ણન કરવામાં આવ્યું છે. શું એ જ કવિ આથી વધારે અભૂત અને હનુમાનની અકથ્ય સિદ્ધિના કાર્યને આટલા સંક્ષેપમાં વર્ણન કરે ખરો ? ચોક્કસ નહીં. પહેલા કાર્યથી જે અસર ઊભી થઈ છે તેને આ વાર્તા હાનિ પહોંચાડશે. પણ એથી ઊલટું તે પુરાણી કથામાંથી એવાં ઘટકોને દાખલ કરવાની તક ઝડપી લેશે કે જે શ્રોતાઓ પાસે ખાસ તાળીઓ પડાવે. (સરખાવો 6-74-75 અને 5-1-10) ૫૦મા સર્ગમાં ફરી એકવાર હનુમાનને ઔષધિઓ લાવવા મોકલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પણ વાત પૂરી થતી નથી. કારણકે ગરુડ દૈવી હસ્તક્ષેપ (deus ex machina) રૂપે રજુ થાય છે. અને બાણની અનિષ્ટ અસરમાંથી રામલક્ષ્મણને સાજા કરે છે. આ દેખીતી રીતે જ વાર્તાનું પ્રાચીનતર સ્વરૂપ છે. હનુમાને અદ્દભુત રીતે આણેલી ઔષધિથી સાજા થવું એ પછીની શોધ છે. જે પ્રાચીનતરને હાંકી કાઢવા માટે રચાઈ છે. કેટલાક કથાકારોએ ૫૦મા સર્ગમાં ગરુડના દેખાવાના સ્થળે પછીનું રૂપાંતર ઉમેર્યું હશે. એ હકીકતથી લક્ષિત થાય છે કે ઔષધ-પર્વત તરફ હનુમાનને મોકલવાની વાતનો આરંભ ૫૦-૨થી થાય છે. ગરુડ દ્વારા વીરપુરુષો સાજા થાય છે તે સૌ પ્રથમ ઘટના છે અને તે સંભવતઃ પ્રાચીન કવિતાનો ભાગ હતો અને બે વાર સાજા થવાની વાર્તાઓ ચમત્કાર રૂપે કથવામાં આવી છે અને મૂળ કથાઘટકનાં જ પરિવર્તનો છે જેનો યશ કથાકારોને જાય છે. ઉપર વર્ણવી એવી ઘટનાઓ વારંવાર બને છે. કથાવસ્તુનાં રૂપાંતરો મૂળ ખંડ તરીકે ગણવામાં આવે છે. અને વાર્તાના વિસ્તાર માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી નવાં ઉમેરણો અને પ્રસંગો માટેની તકો સર્જાય છે. બીજા કાંડમાં એક રસપ્રદ ઉદાહરણ આવે છે. વનવાસ પામેલાઓએ અયોધ્યા અને સંબંધીઓને ત્યજ્યા પછી (40) 41 થી ૪૪માં દશરથના મહેલમાંના પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. ૪૨ના સર્ગમાં જેવો તેમનો પુત્ર નજરથી ઓઝલ થયો કે દશરથ બેભાન થઈ ગયા તેનું વર્ણન કરવામાં આવ્યું છે. કૌશલ્યા અને કૈકયી તેમને ટેકો આપે છે. પણ તે કૈકેયીને તેના પરિવાર સાથે કાઢી મૂકે છે. તે ભાનમાં આવે છે અને વિલાપ કરવા માંડે છે અને કૌશલ્યાના નિવાસે જાય છે. ત્યાં ફરી