________________ 32 રામાયણ હવે મૂળ કાવ્યમાં આ પ્રસંગ આગંતુક છે એ હકીકતના સમર્થનમાં આપણી પાસે બે આડકતરા મહત્ત્વના પુરાવા છે. પ્રથમ તો રામ પાસે પાછા આવી (પ-૬૫ થી 68) હનુમાને પોતાની અને સીતા વચ્ચે જે કંઈ બન્યું તે સર્વનો અહેવાલ આપે છે. (આ પ્રસંગે ૩માં નોંધ્યું તે પ્રમાણે વિદાય-દશ્ય આવે છે) પણ લંકામાંનાં પોતાનાં સાહસો, રાવણ સાથેનો વાર્તાલાપ, તેમની સાથે કરવામાં આવેલો અસભ્ય વ્યવહાર અને પોતે લીધેલો બદલો આ સર્વ વિશે તે કશું જ કહેતા નથી. પણ આ પછી આવતા ૬-૩માં રામે રાવણ, તેનું સૈન્ય અને લંકા વિશે હનુમાનને અહેવાલ આપવાનું કહ્યું હોવાથી તે લંકાને સમૃદ્ધ અને સુરક્ષિત ચિતરે છે. આ અણઘડ રીતે ઉમેરાએલા પદ્ય ૩-૨૯ના સ્પષ્ટ વિરોધમાં છે, જેની શ્રોતાને કંઈ સમજ પડી ન હોય કારણકે હજુ સુધી લંકાનાં તેમનાં (હનુમાનનાં) સાહસ વિશે તો તેમને કશું કહ્યું નથી.” ते मया संक्रमा भग्नाः परिखाश्चावपूरिताः / दग्धा च नगरी लङ्का प्राकाराश्चावसादिताः // પછીથી લંકાદહન વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રામે નગરને ઘેરો ઘાલ્યો છે, તે વખતે અને લંકાદહન અને રાવણના મૃત્યુને મહિનાથી વધુ સમય થયો નથી છતાં, નગર પૂર્ણ વૈભવ સાથે ઊભું છે. (પ.૩૮.૬૪, 65.25) બીજા પુરાવો ૬-૧૨૬માં રામના અનુભવ વિશેનો હનુમાનનો અહેવાલ છે. હનુમાન ત્યાં કહે છે. अभिज्ञानं मयादत्तं रामनामाङ्गुलीयकम् / अभिज्ञानं मणि लब्ध्वा चरितार्थोऽहमागतः // 45 / / मया च पुनरागम्य रामस्याक्लिष्टकर्मणः / अभिज्ञानं मया दत्तं अचिष्मान् स महामणिः // 46 / / પણ લંકામાંના સાહસનો કોઈ ઉલ્લેખ નથી. આ પ્રસંગની અધિકૃતતા વિરુદ્ધનો એક બીજો પૂરાવો ૪૬મા સર્ગમાં છે જે સમગ્ર વૃત્તાન્ત પ્રસ્તુત કરે છે. ત્યાં હનુમાને હણેલા યૂપાક્ષ અને વિરૂપાક્ષ યોદ્ધાઓનું વર્ણન છે. પણ આ જ યોદ્ધાઓ પછીથી જીવતા જણાયા છે. અને ૬ઠ્ઠી કાંડના 76 અને ૯૬મા સર્ગોમાં તેમનું મૃત્યુ નિરૂપાયું છે. પણ, સર્ગ ૩૮માં હનુમાન પોતાના અનુભવોનું બયાન વાનરો આગળ કરે છે. તેનાથી આ સમસ્યાનો હલ થતો નથી. કારણ કે આ માહિતી શ્રોતાઓ કે વાચકો માટે બિનજરૂરી છે કારણ કે આ સર્વનું સવિસ્તર વર્ણન પહેલાં થયું જ છે. આ પછીથી ઉમેરાયું છે. તે માટે એ હકીકત છે કે સીતા પાસેથી હનુમાન બે વાર વિદાય લે છે. તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.