________________ હર્મન યાકોબી 35 મૂળ પાઠને સ્થાપિત કરવા અને અસંગતિ દૂર કરવા આપણે 40 થી 43 સર્ગોને દૂર કરવા જોઈએ. આ સર્ગોમાં ચાર ટૂકડીઓ અને ચાર દિશાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આનું પરિણામ એ આવે છે કે આ સર્ગો હોય તો 45 થી 47 સર્ગોનું કોઈ વજૂદ રહેતું નથી અને ૪૪મા સર્ગના અંતને આપણે ૪૮મા સર્ગના આરંભના બીજા શ્લોક સાથે જોડી શકીએ. પછી વાર્તા કોઈ પણ વિક્ષેપ વગર આગળ ચાલે છે. स तद् गृह्य हरिश्रेष्ठः कृत्वा मुनि कृताञ्जलिः / વન્વિત્વ વ વૈવ પ્રસ્થિત: પ્લવર્ષમ: II44-25II स तु दूरमुपागम्य सर्वैस्तैः कपिसत्तमैः / ततो विचित्य विन्ध्यस्य गुहाश्च गहनानिच // 48-2 // અહીં અને ૪૯-૧૫માં વિજ્યનો ઉલ્લેખ ધ્યાન ખેંચનારો છે. એવું સમજી શકાય કે સીતાની શોધમાં હનુમાને મુખ્યત્વે વિધ્યમાં પરિભ્રમણ કર્યું. કવિના મનમાં પણ આ જ હતું તે પ૩-૩ પરથી પણ ફલિત થાય છે. ત્યાં વાનરોએ વિષ્ણુની તળેટીમાં સમુદ્ર જોયો અને પ્રાયોપવેશનનો સમય તો વીતી ગયો હતો. એટલે ત્યાં નિશ્ચય કર્યો. હવે વિષ્યની શોધ હનુમાને દક્ષિણને ખુંદી નાખવાના મેળવેલા આદેશ સાથે અસંગત એટલા માટે બને છે કે વિધ્યાચળની હારમાળા કિષ્કિન્ધાની છેક ઉત્તરે છે. આથી તદ્દન વિપરીત ૪૧મા સર્ગમાં દક્ષિણનું વર્ણન આવે છે. જ્યાં વિભ્યનો ૫-૮માં સૌ પ્રથમ ઉલ્લેખ થયો છે. ફરીથી એ પણ નોંધવું જોઈશે કે સુગ્રીવ જ્યાં ઊભો છે ત્યાંથી દિશાઓનું વર્ણન શરૂ થતું નથી. પણ ગંગાના પ્રદેશોમાંથી આરંભાય છે.૧૧ જે આ ખંડના કર્તાનું વતન છે. આરંભબિન્દુમાં પરિવર્તન આવવું એ ખંડના પ્રક્ષિપ્ત હોવાના સમર્થનમાં નવો પૂરાવો છે. કારણ કે એટલું તો કલ્પી શકાય કે લેખક વર્ણિત પરિસ્થિતિથી પોતાને એટલો દૂર રાખે કે જેથી ભૂલને કોઈ અવકાશ ન રહે. એટલે જો ઉપર્યુક્ત ખંડને દૂર કરવામાં આવે તો હનુમાન સીતાને શોધી કાઢવાનો આદેશ મેળવે છે અને તેથી કોઈ ખાસ દિશા શોધવાની આવશ્યકતા ઊભી થતી નથી. આમ કરવાથી અલબત્ત ૬ઠ્ઠી કાંડના વિષયવસ્તુ વિશેની પ્રાચીનતમ અનુક્રમણિકા અને પહેલો કાંડ બન્ને સુસંગત બને છે. ૬-૧૨૬-૪૦માં કહેવામાં આવ્યું છે आदिष्टा वानरेन्द्रेण सुग्रीवेण महात्मना / दशकोट्यः प्लवङ्गानां सर्वाः प्रस्थापिताः दिशः // અને 1-1-71