________________ હર્મન યાકોબી : નિષ્પન્ન થાય છે.) કલાકૃતિના સ્વરૂપમાં સ્થપાયું ગણી શકીએ જેને Uથી ઓળખાવી શકાય. પહેલા કાંડના પહેલા અને ત્રીજા સર્ગની સામગ્રીનું સર્વેક્ષણ આના આધારે છે. આ સામગ્રીની બે અનુક્રમણિકામાં પહેલી વધુ પ્રાચીન છે કારણ કે, તેમાં પહેલા અને છેલ્લા કાંડની પ્રક્ષિપ્ત ગણાતી સામગ્રી આવતી નથી, જે બીજી અનુક્રમણિકામાં આવે છે. આપણે એનું પરીક્ષણ હાલ પૂરતું બાજુ પર રાખીએ છીએ. આપણે હજુ પ્રાચીન ભારતીય ગ્રંથોમાં મળતા રામાયણનાં ઉદ્ધરણોથી ફલિત થતી વિવિધ વાચનાઓની ચકાસણી કરવાની બાકી છે. મહાભારતનાં ઉદ્ધરણો વિશેનો વિચાર આપણે અલગ પ્રકરણમાં કરીશું અને તેને ગણતરીમાં ન લઈએ તો, ભવભૂતિના ઉત્તર રામચરિતમાં શબ્દશઃ અવતરણો મળે છે. મા નિષદ્ર (એ જ સ્વરૂપમાં ધ્વન્યાલોકમાં આનન્દવર્ધને ઉદ્ધત કર્યો છે.) એ જ પાઠ સાથે સર્વ વાચનાઓમાં મળે છે. પણ તેનો આપણે અહીં વિચાર કરવાના નથી. બાલચરિત (એટલે બાલકાંડ) ના છેલ્લા અધ્યાયના બે શ્લોકો ભવભૂતિએ ઉદ્ધત કર્યા છે પણ બી વાચનામાં નથી અને સી અને એમાં એકદમ જુદા સ્વરૂપમાં મળે છે. પણ બર્લીન હસ્તપ્રત એ અને કાશ્મીર હસ્તપ્રત એક બીજા સાથે બરાબર મળતી આવે છે અને ભવભૂતિના શ્લોકો સાથે પણ ત્રણ પાઠાન્તર સિવાય મળતી આવે છે. આ શ્લોક त्वदर्थमिव विन्यस्तः शिलापादोऽयमग्रतः / यस्याऽयमभितः पुष्पैः प्रवृष्ट इव केसरः / / સીના પ્રક્ષિપ્ત સર્ગમાં આવે છે. પણ બીજી કોઈ વાચનામાં નથી મળતો. બોનની હસ્તપ્રતનો શ્લોક આની ઘણી નજીક આવે છે. ____ त्वदर्थमिव विन्यस्तः शिलापट्टोऽयमग्रतः / यस्याऽयमग्रतः पुष्पैः प्रहृष्ट इव केसरः // બાકીની હસ્તપ્રતોના પાઠ વેબરમાં મળે છે. અને જેની સાથે એ અને કાશ્મીરની હસ્તપ્રત શબ્દશઃ મળતી આવે છે. એટલે એવું ફલિત થાય છે કે જે વાચનામાંથી ભવભૂતિએ અવતરણ આપ્યું છે તે પશ્ચિમની બહુ જ નજીકની છે. જો કે આ નિષ્કર્ષ એકદમ અસંદિગ્ધ તો નહીં કહેવાય કારણ કે મૂળ વાક્ય વાંધાથી મુક્ત નથી. ભવભૂતિએ વાલ્મીકિના ખરબચડા રત્નને પોતાના હેતુથી સંસ્કાર્યું હોય, અને ઉત્તરરામચરિત એક લોકપ્રિય કૃતિ છે. અને ઘણી પેઢીઓએ ઉત્કટ લાગણીનાં આંસુઓ સાર્યા છે, એટલે એ શક્ય છે કે ભવભૂતિએ જે આકારમાં પદ્યો આપ્યાં હોય તેણે મૂળને એવા પ્રદેશમાં ધકેલ્યું હોય કે જયાં અલંકૃત કવિતા માટેની અંગત રુચિએ રામાયણના પાઠ પર પોતાનો પ્રભાવ