________________ રામાયણ આ ખંડ સીમાં અને એમાં પહેલવહેલા આ પ્રસંગે હનુમાનને જે સાહસ કરવું પડ્યું તેનું વર્ણન પહેલાં આવે છે. આ પ્રસંગ પછી આ ખંડ ફરી આવે છે. જ્યારે બીમાં પહેલવહેલો આવે છે. (બીમાં આ બીજી વાર આવે છે જ્યારે હનુમાન રામને સંદેશો આપે છે ત્યારે આ જ ખંડ ત્રીજી વાર આવે છે.) સર્વ પાઠાંતરો સાથે હું આ ખંડનો પાઠ પહેલા ભાગને અંતે આપું છું. ત્યાં રજુ થયેલી સામગ્રી પરથી આપણે જોઈ શકીએ છીએ કે, એ ને એ જ વાચનામાં પણ પાઠ અચલ રહ્યો નથી, પણ અન્ય પાઠાંતરો પણ દરેક પુનરાવર્તન સમયે પ્રવેશી ગયાં છે. વાચનાના સંપાદકોએ, પૂર્વતર ખંડ સાથે પછી પાઠમાં પ્રવેશેલા ખંડને સરખાવવાની તસ્દી લીધી નથી. પણ તેમને જે સામગ્રી મળી તેને આધારે ખંડનો પાઠ નિશ્ચિત કર્યો છે અને આ જ સર્વસામાન્ય પદ્ધતિ હતી. હવે, એક જ વાચનામાં ખંડના પુનરાવર્તનનાં પાઠાન્તરો અસંખ્ય હોય પણ તાત્ત્વિક રીતે અર્થભિન્નતા ન ધરાવતાં હોય તો, આપણે જોઈ શકીએ છીએ કે અગણિત પાઠાન્તરો-જે અનભિપ્રેત છે પણ અનિવાર્ય છે-નો ભોગ પાઠ કેવી રીતે બને છે. એક જ વાચનામાં જુદા જુદા ખંડોનાં પાઠાંતરો કરતાં જુદી જુદી વાચનાઓમાં એકજ ખંડમાં જોવા મળતી સમાનતા વધુ મહત્ત્વની છે. તે નિઃશંક છે કે, ત્રીજું એ પહેલાનું શાબ્દિક પુનરાવર્તન છે. પણ ત્રીજાના 42 થી 48 શ્લોકો બધી જ વાચનાઓનાં મળતા નથી. (બી-૧માં નથી પણ બી-૨માં મળે છે.) અને ત્રીજા કરતાં એકના સમાપનના શ્લોકો જુદા છે. અહીં વળી, ત્રણે વાચનામાં સંમતિ છે. આના પરથી એટલું તો જરૂર તારવી શકાય કે એ, બી, સી, કોઈક પ્રાચીન વાચનામાંથી ઊતરી આવી છે, અને એટલે 1 અને ૩માં આ ભેદ પ્રદર્શિત થયો. ઉર (Ur)-મૂળ વાચનાને લેખિત સ્વરૂપ મળ્યું ન હતું એ મતને અનુમોદન આપતી આ દલીલ થઈ શકે નહીં. પણ હજુ પાઠની પરંપરા મુખ્યત્વે મૌખિક હતી. એ વાત બહુ પ્રાચીન કાળમાં સ્થાપિત થઈ ચૂકી હતી. એટલે રામાયણની પહેલી આવૃત્તિ પણ પાઠનાં પરિવર્તનો અને પરસ્પર પરિવર્તનોને ઘૂસી જતાં અટકાવી શકી નહીં. આ અ-સાંપ્રદાયિક ગ્રંથની મૌખિક પરંપરામાં અનિવાર્ય હતું અને સહેલાઈથી સમજાવી શકાય તેમ હતું. સર્વ વાચનાઓ પ્રકાશમાં આવે અને સમીક્ષિત આવૃત્તિના સ્વરૂપમાં પ્રકાશિત થાય ત્યારે જ આ સંરક્ષિત વાચનાઓ પરથી ઉર (Ur) વાચના સ્થાપિત થઈ શકે. - હવે આપણે આગળ એ નિષ્કર્ષ પર આવવું જોઈએ કે રામાયણની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ તે પહેલાં પારંપરિક ઢબે દીર્ઘકાળ સુધી મૌખિક રીતે આ સચવાયેલું. એ સમયે રામાયણ એક જથ્થામાં હશે. આને આપણે ડીઆસ્કસ (Diaskeuse)*(ડીઆસ્કેસ (જર્મન ભાષા) એટલે એવું લખાણ જે સતત પોતાને ભૂસે છે અને નવી કલાકૃતિ તરીકે