________________ બીજો વિભાગ પ્રક્ષિપ્ત અંશો વિશે માહિતી હવે આપણે એક બીજા ક્ષેત્રની સમીક્ષા કરીએ. જેઓ રામાયણનો અભ્યાસ કરવામાં રોકાયેલા છે તેઓ એ તારણ પર ચોક્કસ આવ્યા છે કે વાચનાઓમાંની ભિન્નતા સિવાય પણ પાઠમાં ઘણાં ઉમેરણો અને પરિવર્તનો છે. હું હવે આદિકવિની કલમમાંથી ન ઉતરી આવ્યા હોય તેવા ઘણા અંશો છે તે દર્શાવવાનો પ્રયત્ન કરીશ. પહેલો પ્રયત્ન તો એ છે : કયા માપદંડથી પુરાતન પાઠથી પછીના ખંડને જુદો તારવી શકાય? આપણે કેટલાંક પરિબળો જોઈશું જેમાં છંદ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. થોડા અપવાદો સિવાય રામાયણમાં શ્લોકનું માપ બરાબર જાળવવામાં આવ્યું છે. આપણે એની ચર્ચા પછી કરીએ છીએ. મહાભારતમાં અને કૃત્રિમ કવિતાઓમાંના જેવા જ છંદો છે. પથ્યા સિવાય પણ વિપુલાના ચાર પ્રકારો તો જાણીતા જ છે. અને તેના જે નિયમો જણાવવામાં આવે છે તે અહીં પણ લાગુ પડે જ છે. નિયમમાં અણચિંતવ્યા અપવાદો પણ ધ્યાનમાં લીધા છે. હું બોમ્બે આવૃત્તિના 2 થી 6 કાંડોમાંના અપવાદો નોંધમાં ઊતારું છું અને સાથે સાથે દક્ષિણ ભારતીય આવૃત્તિઓના પાઠો તેમ જ તેની સાથે બી-૧માં સમાનતા ધરાવતા શ્લોકોનો પણ ઉલ્લેખ કરું છું'. છંદની દૃષ્ટિએ ખામી ધરાવનારા શ્લોકોમાંથી ઘણા ઓછા 2-6 કાંડમાં આવે છે, અને તેથી સગવડ માટે આપણે એની કાંઈ નોંધ ન પણ લઈએ પણ 1 અને 7 કાંડોમાં તે કેવી રીતે આવે છે, જ્યારે વિદ્વાનો તેમની પ્રમાણભૂતતા વિશે જ વાજબી શંકા ધરાવે છે. હકીકકતમાં, છંદની વિશિષ્ટતાને લાગેવળગે છે ત્યાં સુધી આ બે કાંડો બાકીનાથી જુદા પડતા નથી. શ્લોક તે જ લક્ષણો નિયમિતપણે દર્શાવે છે અને તેનો કુશળતાથી ઉપયોગ કરવામાં આવ્યો છે. પણ તેમાં બે અપવાદો છે. એક તો પહેલા કાંડમાં