________________
(૧૦)
રાજધ. જેમા એકાંત અને અનંત સુખના તરંગ ઉછળે છે તેવાં શીલાનને માત્ર નામના દુખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે. અને કેવળ અનંત દુ:ખય એવાં જે જે સંસારનાં નામ માત્ર સુખ તેમાં તારે પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્ર છે! અહ ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ- રે! નિહાળ!!! નિહાળીને શીઘ્રમેય નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ધારણ કરી અને મિથ્યા કામભેગની પ્રવૃત્તિને બાળી દે!
- ભેગ-વિષફળ–કિંપાકવૃક્ષના ફળની ઉપમાથી યુકત છે. ભગવ્યા પછી કડવા વિપાકને આપે છે. દેવ દુઃખોત્પતિનાં કારણરૂપ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અશુચિમય છે. અશુચિથી ઉત્પન્ન થયું છે. જીવને એ અશાશ્વત વાસ છે, અનંત દુઃખને હેતુ છે. રોગ, જરા, અને કલેશાદિકનું એ શરીર ભજન છે.
બાળપણે છાંડવું છે કે વૃદ્ધપણે, એ જેને નિયમ નથી એ શરીર, પાણીના ફીણના બુબુદા જેવું છે. એવા શરીરને વિષે સ્નેહ કેમ એગ્ય હેય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ, જવર, વગેરે વ્યાધિને તેમજ જરા મરણને વિષે ગ્રહાવું રહ્યું છે.
જન્મનું દુઃખ, જરાનું દુખ, રોગનું દુઃખ, ભરણુનું દુઃખ—કેવળ દુઃખના હેતુ–સંસારને વિષે છે. ભૂમિ-ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બાંધવ. એ સકળને છાંડી માત્ર કલેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે, જેમ કિંપાકરક્ષના ફળનું પરિણામ સુખદાયક નથી; એમ ભેગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કેઈ પુરુષ મહા પ્રવાસને વિષે અન્ન જળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને ક્ષુધા તષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય; જન્મરાદિકની પીડ પામે. પ્રવાસમાં પ્રવર્તતાં જે પુરૂષ અન્નજળાદિક લે તે પુરૂષ ક્ષુધા તૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ધર્મ આચરનાર
Scanned by CamScanner