________________
વર્ષ ૨૬ મું જ્ઞાની પુરૂષ અને અજ્ઞાની પુરૂષને વિષે અવશ્ય વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે, જેનું કંઈક સ્વરૂપ અત્રે જણાવવાગ્ય છે; જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરૂષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરૂષની દશાધારા સમજાય છે. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે, તે જણાવવાયોગ્ય છે; એક તે મૂળદશા, અને બીજી ઉત્તરદશા. એવા બે ભાગ છવની દશાના થઈ શકે છે.
(૪૯)
* જે જ્ઞાની પુરૂષે સ્પષ્ટ એ આત્મા કેઈ અપૂર્વ લક્ષણે, ગુણે, અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે, જે તે સુધારસ સબંધી જ્ઞાન આપ્યું હોય, તે તેનું પરિણામ પરમાર્થે પરમાર્થસ્વરૂપ છે; અને જે પુરૂષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય. તે તે વ્યવહારે પરમાર્થ સ્વરૂપ છે. તે જ્ઞાન કદાપિ પર માથ–પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, તે પણ તે જ્ઞાની પુરુષ, સન્માર્ગ સન્મુખ આકર્ષે એ જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવનું જ્ઞાન, તે પરમાર્થ-વ્યવહાર સ્વરૂપ છે; અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગોનુસારી જેવી ઉપદેશક વાત કરે, તેવી શ્રદ્ધાય, તે વ્યવહારે વ્યવહાર સ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે; પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ એ નિકટ મેક્ષનો ઉપાય છે. પરમાર્થ-વ્યવહાર સ્વરૂપ એ અનંતર–પરંપરસબધે મેક્ષને ઉપાય છે. વ્યવહાર-પરમાર્થ સ્વરૂપ છે, ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષના સાધનના કારણભૂત થવાને ઉપાય છે. વ્યવહાર-વ્યવહાર રૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું. આ વાત હજુ કઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે વિશેષપણે સમજાશે. પણ આટલી સક્ષેપતાથી વિશેષ ન સમજાય તે મુંઝાશો નહીં. લક્ષણથી, ગુણથી, અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે, તેને ધ્યાનને એ એક ઉપાય છે, કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, અને પરિણામ પણ સ્થિર થાય છે. લક્ષણથી, ગુણથી, અને વેદનથી
Scanned by CamScanner