________________
૭૮).
વિષ ૨૬ મું. છે. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું, કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત, છે, તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે, તે વેલે મોડે કળિભૂત થાય છે.
જયાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મ કલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાંસુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી એગ્ય છે; એટલે કે આ દેહના કેઈ ઉપચાર કરવા પડે છે તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઇચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાનપુરૂષના માર્ગનું આરાધન થઈ શકે છે, એ કોઈ પ્રકારે તેમાં રહેલ લાભ, તે લાભને અથે) અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ મમતા છે, તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે, પણ તે દેહની પ્રિય છૅ,, સાંસારિક સાધનમાં પ્રધાનભેગને એ હેતુ છે, તે ત્યાગવો પડે છે. એમાં આર્તધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાની પુરુષના માર્ગની શિક્ષા જાણી, આત્મકલ્યાણ ને તેવા પ્રસંગે લક્ષ રાખ યોગ્ય છે. "
| સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવું યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે. સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાની પુરૂષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. કોઇ : '
જવાહરી લેકેનું એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવું, સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તે તેની કરોડ રૂપિયા કીંમત ગણીએ, તે તે પણ ઓછું છે. જે વિચાર કરીએ તે તેમાં માત્ર આંખનું ઠરવું, અને મનની ઈચ્છાની કલ્પિત માન્યતા સિવાય બીજું કંઈ નથી, તથાપિ એક આંખના કરવાની એમાં મેટી ખુબીને માટે, અને દુર્લભ પ્રાપ્તિને કારણે, જે તેનું અદ્દભૂત મહાભ્ય કહે છે.
Scanned by CamScanner