Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 143
________________ *, *, * વર્ષ ૩૩ મું (૧૫) અચિંત્ય તુજ મહાને, નથી પ્રફુલ્લિત ભાવ, એ અંશ ન એકે નેહને, ન મળે પરમ પ્રભાવ.. , અચળરૂપ આસક્તિ નહિ, નહિ વિરહને તાપ; કથા અલ્પ તુજ પ્રેમની, નહિ તેને પરિતાપ ભકિતમાર્ગ પ્રવેશ નહિ, નહિ ભજન દઢ ભાન; સમજ નહિ નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. દોષકાળકળિથી થયે, નહિ મર્યાદા ધર્મ; તેય નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. સેવાને પ્રતિકુળ જે, તે બંધન નથી ત્યાગ; દેદ્રિય માને નહિ, કરે બાહ્યપર સગ. . તુજ વિગ સુરત નથી, વચન, નયન, યમ નહિ; નહિ ઉદાસ મનભકતથી, તેમ ગૃહાદિક માંહિ. . અહંભાવથી રહિત નહિ, સ્વધર્મસંચય નાંહિ; નથી નિવૃત્તિ નિર્મળ૫ણે, અન્ય ધર્મની કોઈ. . ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હું; નહિ એક સદ્દગુણ પણ, મુખ બતાવું શું? ૧૩.. કેવળ કરૂણુ–મૂત્તિ છે, દીનબંધુ, દીનનાથ; પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુછ હાથ.. અનંત કાળથી આથડે, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરૂ સંતને, મૂક્યું નહિ અભિમાન. સંતચરણઆશ્રય વિના, સાધન કર્યો અનેક; પાર ન તેથી પામિ, ઉગે ન અંશ વિવેક. ૧૬. સહુ સાધન બંધન થયાં, રા ન કોઈ ઉપાય; સત સાધન સમયે નહિ, ત્યાં બંધન શું જાય? ૧૭. પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડ ન સદગુરૂ પાય; દીઠા નહિ નિજ દેણ તે, તરિકે કણ ઉપાય? ૧૮. અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હું; એ નિશ્ચય આપ્યા વિના, સાધન કરશે શું?' ૧૮. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146