Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 133
________________ વર્ષ ૩૦ મું. (૧૩૫] કરે નહીં. કોઈ એકલી જડક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતા અટક્તા હોય અથવા અસત્સમાગમથી મતિવ્યામોહ પામી અન્યથા ત્યાગ વૈરાગ્યને ત્યાગ વૈરાગ્યપણે માની લીધા હેય તેના નિષેધને અર્થે કરૂણાબુદ્ધિથી જ્ઞાની રેગ્ય વચને તેને નિષેધ” કવચિત્ કરતા હોય, તે વ્યામોહ નહી પામતાં તેને સહેતુ સમજી યથાર્થ ત્યાગ વૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું ગ્ય છે. (૧૧૪) લેકદષ્ટ અને જ્ઞાનીની દષ્ટિ. લેકદ્રષ્ટિ અને જ્ઞાનીની દષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલું તફાવત છે. જ્ઞાનોની દષ્ટિ પ્રથમ નિરાલંબન છે; રૂચિ ઉત્પન્ન કરતી નથી; જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી છવ તે દષ્ટિમાં રૂચિયાન થતું નથી, પણ જે જીએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કંઇ દેખાતું નથી. (૧૧૫) પુરૂષાર્થષ્ટિ અને શુરવીરપણું રાખવું, ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારંવાર એમ થયાં કરે છે, કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે. અને વર્તમાનભૂમિકામાં સ્થિતિ પણ થવી દુર્લભ છે એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ .' બને છે, તે પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146