________________
(૧૩૪]
રાજબેધ. ' 'સપુરૂષને યોગ પામવો તે સર્વકાળમાં જીવને દુર્લભ છે; તેમાં પણ આવા દુષમકાળમાં તે કવચિત્ જ તે યોગ બને છે. વિરલા જ પુરૂષ વિચરે છે. તે સમાગમને લાભ અપૂર્વ છે, એમ જાણીને, જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે.
તે સમાગમને યોગ ને હોય ત્યારે આરંભ પરિગ્રહપ્રત્યેથી વૃત્તિને એસરાવી સન્શાસ્ત્રને પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મળી પાડવા જે જીવ ઇચ્છે છે, તે જીવ મોળી પાડી શકે છે, અને સન્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે.
આરંભ પરિગ્રહપરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને સત્પરૂષનો સમાગમ અને સલ્ફાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં પુરૂષના વચનનું, અથવા સક્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. .
આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મેળી પાડ્યાનું, અને સાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે, કેમકે જીવને અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે; તે પણ જેણે તેમ કરવાનો નિશ્ચ કર્યો છે, તે તેમ કરી શક્યા છે: માટે વિશેષ ઉસાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. | સર્વ મુમુક્ષુઓએ આ વાતને નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે. પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે.
(૧૧૩)
ત્યાગ વૈરાગ્ય. | શુભેછાથી માંડીને શેલેશીકરણપર્વતની સર્વ ક્રિયા જે જ્ઞાનિને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચને ત્યાગ વૈરાગ્યને નિષેધ કરવામાં પ્રવર્તે નહીં; ત્યાગ વૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગ વૈરાગ્ય આવે છે, તેને પણ જ્ઞાની નિષેધ
Scanned by CamScanner