________________
[૧૩૨)
રાજધ માં જીવે અસંગપણું-નિર્મોહપણું–કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરુપ જાણી, બીજા સર્વ ભાવપ્રત્યેથી વ્યાવૃત્ત (ટા) થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેર ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું-નિર્મોહપણું-યથાર્થ સમરસપણું-રહે છે તેટલું મેક્ષપદ નજીક છે, એમ પરમજ્ઞાની પુરૂષને નિશ્ચય છે.
.
.
.
!
(૧૧૧)
પરમપુરૂષદશા. --કિચસો કનક જાકે, નિચસે નરેશપદ, ૪ મીચસી મિતાઈ ગરવાઈ જાકે ગારસી, ડી. જહરસી જેગ જાનિ, કહરસી કરામાતિ. હહરસી હૈ પુદ્ગલછબી છારસી; જાલસે જગવિલાસ,ભાલસી ભુવનવાસ, કાલસો કુટુંબમાજ, લોકલાજ, લારસી, સીઠસો સુજશ જાનૈ, બીઠ બખત માને, ઐસી જાકી રીતી તાહી, બંદત બનારસી.
.
જે કંચનને કાદવસરખું જાણે છે, રાજગાદીને નિચપદસરખી જાણે છે. કેઈથી સ્નેહ કરે તેને મરણસમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કિમિયા વગેરે જેને ઝેર સમાને જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યાને આસાતાસમાને જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હૉસને અનર્થસમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખજેવી જાણે છે, જગતના ભેગવિલાસને મુંઝાવારૂપ જાળસમાન જાણે છે, ઘરવાસને ભાલાસમેન જાણે છે, કુટુંબના કાર્યને કાળ. એટલે મયુસમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચછાને નાકના મેલજેવી જાણે છે, અને પુણ્યના ઉદયને જે વિષ્ટાસમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.
Scanned by CamScanner