________________
(૧૪૨)
રાજધ. " ભગવાનના સ્વરૂપમાં પિતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પિતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે, અને સર્વેકષ્ટ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય - છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દષિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં આપાંધિક ભેદ છે, સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તે આત્મા સિદ્ધભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવણસહિત છે, અને એજ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે, અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સ્વરૂપ પ્રગટયું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધસ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાની ઉપાસના કર્તવ્ય છે; તેમજ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે. કેમકે તે ભગવાન સયોગીસિદ્ધ છે. સગીરૂપ પ્રારબ્ધને લઈ તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિધ્ધભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, કે વિર્યમાં કંઈ પણ ભેદ નથી; એટલે અહંતભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે,
" (૧૭) - ન્યાય સંપન્ન આજીવિકાદિ વ્યવહાર
ગૃહવાસને જેને ઉદય વર્તે છે, તે જે કંઈપણ શુભધ્યાનની પ્રાપ્તિ ઇચ્છતા હોય, તે તેના મૂળહેતુભૂત એવાં અમુક સર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં “ ન્યાયસંપન આજીવિકા વ્યવહાર ” તે પહેલે નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણું આત્મગુણે પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે, આ પ્રથમ નિયમ ઉપર જે ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે, તે કષાયાદિ સ્વભાવથી મંદ પડવા ગ્ય થાય છે, અથવા જ્ઞાનીને માર્ગ આત્મપરિણામી થાય છે. જે પર ધ્યાન આપવું પૈગ્ય છે. '
Scanned by CamScanner