________________
વર્ષ ૩૧ મું
(૧૪૧)
(૧૫)
વિતરાગ ઘર્મને આશ્રય સદૈવ કર્તવ્ય છે.
શ્રીમત્ વીતરાગભગવતેએ નિશ્ચિતાર્થ કરેલે એ અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ પરમ હિતકારી પરમઅભુત, સર્વ દુઃખને નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમઅમૃતસ્વરુપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વૉ; ત્રિકાળ જયવંત વર્તો.
તે શ્રીમત અનંત ચતુષ્ટય સ્થિત ભગવંતો અને તે જયવંત ધર્મને આશ્રય સદવિ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશકત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમસુખહેતુ એવાં અભુત ફળને પામ્યા છે, પામે છે, અને પામશે; માટે નિશ્ચય અને આશ્રયજ કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. આ
ચિત્તમાં દેહાદિ ભયને વિક્ષેપ પણ કરો એગ્ય નથી.
દેહાદિસંબંધી જે પુરૂષ હર્ષ, વિષાદ કરતા નથી. તે પુરૂષ પૂર્ણ ઠાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે. એમ સમજે; એજ દષ્ટિ કર્તવ્ય છે
ધર્મ પામ્યો નથી,” “હું ધર્મ કેમ પામીશ?” એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરૂષોને ધર્મ, જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધચૈતન્યસ્વરૂપ છે એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદવૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરૂષ ની દશાનું સ્મરણ કરવું; તે અદ્ભુત ચરિત્રપર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે.
. (૧૨) ભગવાનનું સ્વરૂપ તેવું જ સર્વે જીવનું સ્વરૂપ. જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષ છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા
Scanned by CamScanner