________________
વર્ષ ૩૦ મું.
(૧૩૩) સર્વ જીવપ્રત્યે, સર્વ ભાવપ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એજ - સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ ચેતન્યસ્વરુપ, જન્મ જરા મરણરહિત અગસ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે. તેની પ્રતીતિમાં સર્વ સમ્યકદર્શન સમાય છે, આત્માને અસંગસ્વરુપે સ્વભાવદશા રહે તે, સમ્યક ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ, અને વીતરાગદશા છે, જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખને. ક્ષય છે; એ કેવળ નિઃસંદેહ છે, કેવળ નિઃસંદેહ છે.
આરંભ પરિગ્રહપરથી વૃત્તિને મોળી પાડવી. | સર્વ જીવ સુખને ઈચ્છે છે, પણ કઈક વિરલા પુરૂષ તે સુખનું યથાર્થ સ્વરે જાણે છે. . , ; : ' ' ::
જન્મ મરણ આદિ અનંત દુઃખને આત્યંતિક (સર્વથા) ક્ષય થવાને ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી. તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈછા ઉત્પન્ન થયે જીવ જે પુરૂષના સમાગમને લાભ પામે, તે તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે.
' . ' ' , ' , તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને પુરૂષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તે સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે.
મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી. અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે; એમ શ્રી વદ્ધમાનસ્વામીએ “ઉતરાધ્યયન'નાં ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે.
- પ્રત્યક્ષ સંપુરૂષના સમાગમમાં અને તે આશ્રમમાં વિચરતા મુમુક્ષઓને મેક્ષસંબંધી બધાં સાધને અલ્પ પ્રયાસે અને અહપ કાળે પ્રાયે (ઘણું કરીને સિદ્ધ થાય છે; પણ તે સમાગમને યાગ પામ બહુ દુર્લભ છે. તેજ સમાગમના યુગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે.
Scanned by CamScanner