Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 134
________________ [૧૩૬) રાજબેધ. નથી. તેવા અંતરાયાથી ખેદ નહીં પામતાં અત્યાર્થી જીવે પુરૂષાર્થદષ્ટિ કરવી અને શુરવીરપણું રાખવું હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું સશાસ્ત્રને વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરામ્યપણાથી આકુળવ્યાકુળતા નહીં પામતાં ધંથી સદ્વિચારપંથે જવાનો ઉદ્યપ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. (૧૧) અસંગતાનો અભ્યાસ કરે, ૩. જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિવડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તેજ છે. એજ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠે છે. ભગવાન જિને દ્વાદશાંગી એજ અર્થે નિરૂપણ કરી છે અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શાભે છે. જયવંત છે. જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એ છવ ચેતન, જડને ભિન્મસ્વરૂપ યથાર્થ પણે પ્રતીતિ કરે છે, અનુભવે છે; અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા ગ્ય છે. દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભકિત સમુત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ સભ્યપણે ઉત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિવડે શુદ્ધચૈતન્યપ્રત્યે વૃત્તિને પ્રવાહ વળે છે. શુદ્ધચૈતન્યના અનુભવઅર્થે ચારિત્રમેહ વ્યતીત કરવાયોગ્ય છે. ચારિત્રમેહ, ચૈતન્યન-જ્ઞાની પુરૂષના સન્માર્ગના નૈષ્ઠિકપણુથી પ્રલય થાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવાયેગ્ય છે. હે આર્ય મુનિવરે ! એ જ અસંગ શુદ્ધચેતન્યાથે અસંગયોગને અહોનિશ . ઈચ્છીએ છીએ. હે મુનિવરે ! અસંગતાને અભ્યાસ કરે. જે મહાત્માઓ અસંગચૈતન્યમાં લીન થયા, થાય છે, અને થશે તેને નમસ્કાર. * . . . Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146