Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 135
________________ (૧૩) વર્ષ ૩૧ મું વર્ષ ૩૧ મું. (૧૧). (૧૭) સર્વ દુઃખક્ષયને ઉપાય. કેવળ અંતર્મુખ થવાનો સંપુરૂષને માર્ગ સર્વ દુઃખક્ષયને ઉપાય છે, પણ તે કઈક જીવને સમજાય છે. મહાપુના વેગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી, અને પુરૂષના સમાગમથી તે ઉપાય સમજવાયેગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે; તે પણ અનિયત કાળને ભયથી ગ્રહિત છે, ત્યાં પ્રમાદ થાય છે એ ખેદ અને આશ્ચર્ય છે. (૧૧૮) શૂરવીરપણું ગ્રહે. ખેદ નહીં કરતાં શુરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે. વિષય, કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચાર વાનને પિતાનું નિવપણું જોઇને ઘણાજ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંતપુરૂષના ચરિત્ર અને વાક્યનું અવલંબન રહણ કરી, આત્માને શૈર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી; એ જ વૃત્તિનું અવલંબને આત્માથી એ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ - Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146