________________
(૧૦૮)
રાજબોધ ત્મા વર્તે છે તે દેહને, ભૂમીને, ઘરને, માને, આસનાદિ સર્વને નમસ્કાર હે ! નમસ્કાર હે ! !
જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? . સર્વ સંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતું નથી, કેમકે જ્યાં સુધી અંતર્પરિણતિપર દષ્ટિ ન થાય, અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાંસુધી, સર્વસંગપરિત્યાગપણું નામ માત્ર થાય છે, અને તેવા અવસરમાં પણ અંત પરિણતિપર દષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે; તે પછી આવા ગૃહવ્યવહારને વિષે લાકિક અભિનિવેશપૂર્વક, રહી અંતર્પરિણતિ પર દષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંત પરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવાયોગ્ય છે, અને અવશ્ય તેમ કરવાડ્યું છે.
જેટલી પોતાની શક્તિ હોય, તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, ૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાકરણપણું દેખાતું નથી માટે સમજ્યાનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગૃત થાય તે જ કરવામાં વૃત્તિ જેડવી, અને રાત્રિદિવસે તે જ ચિંતામાં પ્રવર્તવું એજ વિચારવાની જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સશાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેને આશ્રય કરવો ગ્ય છે. જ્યાં સુધી લોકિક અભિનિવેશ, એટલે દ્રવ્યાદિ લેભ, તૃષ્ણ, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબધી મેહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હૈય, પિતાની અએિટ્વેચ્છાએ-અમુક છાદિને આગ્રહ રાખવો હોય ત્યાંસુધી, જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય તેને વિચાર સુગમ છે.
'
Scanned by CamScanner