________________
વર્ષ ૨૯ સે.
(૧૭) :
જ્ઞાનો કે વીતરાગની ઓળખાણ
મનુષ્યાદિને જગતવાસી છે જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એક બીજાની મુદ્રામાં, આકારમાં, તથા ઈદ્રિયમાં જે ભેદ છે, તે ચક્ષુ આદિ ઇંદ્રિથી જગતવાસી જીવે જાણી શકે છે, અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી છવ જાણું શકે છે, કેમકે તે તેના અનુભવને પ્રિય છે, પણ જ્ઞાનદશા અથવા વીતરાગ દશા છે, તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાને વિષય નથી અંતરાતમગુણ છે અને અંતરાત્મ' બાહજીનો અનુભવ વિષય ન હોવાથી તેમજ તથા૫ અનુમાન પણ પ્રવાં એવી જગતવાસી જેને ઘણું કરીને ! સંસ્કાર નહિ હોવાથી, જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કોઈક રે; જીવ સત્સમાગમના ચાર્ગથી સહેજ શુભકામના ઉદયથી, તેથરૂપે કંઈ સંસ્કાર' પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે, તથાપિ ખરેખરૂં એ-3 : ળખાણ તો દહે મુમુક્ષતા પ્રગટયે, તથારૂપ સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને . અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમ્ય, જીવ જ્ઞાની, કે વીતરાગને ઓળખી શકે. જગતવાસી એટલે જગતષ્ટિજીવે છે. તેની દ્રષ્ટિએ ખરેખરૂં જ્ઞાની કે , વિતરાગનું ઓળખાણું કયાંથી થાય ? અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્ય ચક્ષુ દેખી શકે નહીં તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગત દષ્ટિજીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિષે પડેલે પદાર્થ મનુષ્ય 3, ચક્ષુથી જેવાને બીજા કોઈ પ્રકારની અપેક્ષા રહે છે, તેમ જગત દષ્ટિજીને જ્ઞાની કે વિતરાગની ઓળખાણ માટે, વિશેષ શુભ સંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. જે તે ટેગ પ્રાપ્ત ન હોય તે જેમ અંધકારમાં પડેલ , પદાર્થ અને અંધકાર એ બેય એકાકાર ભાસે છે, ભેદ ભાસતું નથી, તેમ ?' તયારૂપ યોગવિના જ્ઞાની, કે વીતરાગ અને અન્ય સંસારીજીનું એક આકારપણું ભાસે છે; દેહાદિ ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસત નથી. છે . - જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહ ધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર છે ! નમસ્કાર હો !! તે મહા
Scanned by CamScanner