________________
વર્ષ ૩૦ મું :
(૧૨૭ .
(૧૨)
માર્ગમાપ્તિની દુષ્કરતા. આયુષ્ય અ૫ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બલવીર્યની હીનતા, એવાં કારણથી રહિત કોઈક જીવ હશે. એવા આ કાળને વિષે પૂર્વે કયારે પણ નહીં જાણેલ, નહીં પ્રતીત કરેલ, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો માર્ગ પ્રાપ્ત કર દુષ્કર હોય એમાં આશ્રય નથી; તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજે કઈ લક્ષ રાખ્યો જ નથી, તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગ પામે છે. લૈકિક કારણોમાં અધિક હર્ષ વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં
૧૦૩
દેહના મમત્વની નિવૃતિ. સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપે પ્રથમથી જાણું તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે, તે જ છવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી. અથવા મરણ કાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હેવાથી, પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાને કાળ અનિયત હોવાથી વિચારવાન પુરૂષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરૂદ્ધ ઉપાય સાધે છે; અને એજ તમારે અમારે સાએ લક્ષ રાખવા છે. ત્રીતિબંધનથી ખેદ થવા લાગ્યા છે, તથાપિ એમાં બીજે કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કર, એ જ વિચારવાનને કર્તવ્ય છે.
(૧૦)
લોકિક વાતે તથા વસ્તુઓ પ્રત્યે ઝેર દષ્ટી લાવવી. લેકષ્ટિમાં જે જે વાતે, કે વરતુઓ મેટાઇવાળી મનાય છે, તે તે
Scanned by CamScanner