________________
(૧૧૩)
વર્ષ ૨૯ મું. ૨. ઘણે રથળે વિચારવાન પુરૂષોએ એમ કહ્યું છે કે, જ્ઞાન થયે કામ, ફોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થમ, તે સત્ય છે; તથાપિ તે વચને એ પરમાર્થ નથી કે, જ્ઞાન થયા પ્રથમ તે મેળાં ન પડે, કે ઓછાં ન થાય. મૂળ સહિત છે તે જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મેળાપણું કે છાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે, અને તે વિચારને વૈરાગ્ય (ભગ પ્રત્યે અનાસક્તિ), તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેને નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. સત્પરૂષના વચનના યથાર્થ ગ્રહણવિના વિચાર ઘણું કરીને ઉદ્દભવ થતો નથી, અને પુરૂષના વચનનું યથાર્થ ગ્રહણ-સપુરૂષની પ્રતીતિ-એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રયભક્તિ પરિણામ પામેથી થાય છે. ઘણું કરી એક બીજા કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, કયાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ અનુભવમાં આવે છે કે ખરેખર મુમુક્ષુ હોય તેને, સત્વ પુરૂષની આશ્રયભકિત, અહંભાવાદિ છેદવાને માટે, અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણુરૂપ થાય છે. ભેગમાં અનાસકિત થાય તથા લૈકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે, તે તૃષ્ણ નિર્બળ થતી જાય છે. લૈકિક માનઆદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઇરછા સહેજે મળી પડી જાય, એમ યથાર્થ ભાસે છે. માંડમાંડ આજીવિકા ચાલતી હોય તે પણ મુમુક્ષને તે ઘણું છે, કેમકે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ ( કારણ). નથી એમ જ્યાંસુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાંસુધી, તૃષ્ણ નાના પ્રકારે આવરણ કર્યા કરે. લૈકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી એમ નિમય કરવામાં આવે, તે માંડ-આજીવિકા જેટલું મળતું હોય તે પણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તે પણ મુમુક્ષુ જીવે આર્તધ્યાન ઘણુ કરીને થવા ન દે, અથવા થયે તે પર વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં તુટત, યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ, કલ્પના કરે;, એ આદિ પ્રકારે વર્તાતા તણુને પરાભવ ક્ષીણ થવા યોગ્ય દેખાય છે.
૩. ઘણું કરીને પુરૂષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનને હેતુ થાય છે, કેમકે “પરમાર્થઆત્મા' શાસ્ત્રમાં વર્તાતો નથી, પુરૂષમાં
૧
,
Scanned by CamScanner