________________
૭૬).
વર્ષ ૨૬ મું. કલ્યાણને વિષે પ્રતિબંધોપ જે જે કારણે છે, તે જીવે વારંવાર વિચારવાં ઘટે છે; તે તે કારણેને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે; અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ, અનાદિના જીવના ત્રણ ષ છે. જ્ઞાની પુરૂષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેને યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હેય છે; તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેને રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરૂષનાં વચનોને યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પિતાના દોષનું જેવું, અલ્પારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાનીપુરૂષની અત્યંત ભક્તિ, તે વિક્ષેપ મટવાનું સાધન છે. . . .
જ્ઞાની પુરૂષની, સમાગમનો અંતરાય રહેતો હોય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરૂષની દશા, ચેષ્ટા અને વચનો સંભારવાં, નિરખવાં અને વિચારવાં યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં,–પ્રવૃત્તિના પ્રસંગમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે, કારણ કે એક તે સમાગમનું બળ નથી, અને બીજે અનાદિ અભ્યાસ છે જેને, એવી સહજાકાર પ્રવૃત્તિ છે; જેથી જીવ આવરણપ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું કે બીજા તેવાં કામનું કારણ પડયે ઉદાસીન ભાવે, પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિને અવકાશ પ્રાપ્ત થાય નહીં.
આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લેક્સસા, ઓધસંજ્ઞા અને અસત્સંગ એ કારણે છે-જે કારણ માં ઉદાસીન થયા વિના, નિઃસવ એવી લકસંબંધી જપતપદિ ક્રિયામાં સાક્ષાત મેલ નથી, પરંપરા મેક્ષ નથી,-એમ માન્યાવિના, નિ:સત્વ એવા અસશાસ્ત્ર અને અસર જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણ છે, તેને, સાક્ષાત્ આત્મઘાતી જાણ્યાવિના, જીવન જીવના સ્વરૂ૫નો નિશ્ચય થવો બહુ દુર્લભ છે -અત્યંત દુલભ છે. જ્ઞાની પુરૂષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચન પણ તે કારણેને લીધે જીવને સ્વરૂપને વિચાર કરવાને બળવાન થતાં નથી. હવે એવા નિશ્ચય કર ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરૂષવિના બીજે કઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરૂષથી આત્મા
'
'
,
* *
*
*
*
* *,
Scanned by CamScanner