________________
(૭)
- વર્ષ ૨૬ મું. ૧૬. તેમના મૂધસ્થાનને વિષેથી તે વખતે શું કારને ધ્વનિ થયા કરે
છે, એમ ભાવવું. " ૧૭. તે ભાવનાઓ દ્રઢ થયે તે કુંકાર સર્વ પ્રકારના વકતવ્ય જ્ઞાનને ' ઉપદેશે છે, એમ ભાવવું : ૧૮. જે પ્રકારના સમ્યમાર્ગ કરી વીતરાગદેવ વીતરાગ નિષ્પન્નતાને
પામ્યા એવું જ્ઞાન, તે ઉપદેશનું રહસ્ય છે એમ ચિંતવતાં તે ' ' જ્ઞાન તે શું, એમ ભાવવું.
૧૯. તે ભાવના દૃઢ થયા પછી તેમણે જે વ્યાદિ પદાર્થો કહ્યાં છે,
તેનું ભાવન કરી આત્માને સ્વરૂપમાં ચિંતવેસર્વાગ ચિંતવે. ' ધ્યાનના ઘણું ઘણું પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બેધની પ્રાપ્તિ શિવાય, ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણુંજને થાય છે, અને તેને મુખ્ય માર્ગ તે બેધસ્વરૂપ એવા જ્ઞાની પુરૂષને આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાનપ્રેમ એ છે. જ્ઞાની પુરૂષનો તે તેવો સંગ જીવને અનતકાળમાં ઘણીવાર થઈ ગયો છે; તથાપિ આ પુરૂષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરે એજ કર્તવ્ય છે, એિમ જીવને આવ્યું નથી; અને તેજ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તે દઢ કરીને લાગે છે.
જ્ઞાની પુરૂષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મેટા દોષ જાણીએ છીએ; એક તો હું જાણું છું, “હું સમજું છું, એવા પ્રકારનું જે માન છવને રહ્યા કરે છે તે માન; બીજુ, પરિગ્રહાદિકને વિષેનું જ્ઞાની પુરૂષપર રાગ કરતાં પણ વિશેષ રાગ, ત્રીજું લેકભયને લીધે, અપકીર્તિભયને લીધે અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું, એ ત્રણ કારણો જીવને, જ્ઞાનીથી અજાણ રાખે છે. જ્ઞાનીને વિષે પિતાસમાને કલ્પના રહ્યા કરે છે; પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેલન કરવામાં આવે છે; હું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ધણા પ્રકારે તે દર્શાવવાની
Scanned by CamScanner