________________
રાજધ.
(૬૯)
*
*
* ૪. તેવી સુદઢતા થયા પછી ચંદ્રને જમણ ચક્ષુને વિષે અને સર્યને
નામ ચક્ષુને વિષે સ્થાપન કરવા. ( ૫. એભાવના, જ્યાં સુધી તે પદાર્થના આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં
સુધી સુદ્રઢ કરવી. -આ, જે દર્શન કર્યું છે તે. ભાસમાન દર્શન
સમજવું. 5. એ બે પ્રકારની ઉલટ સુલટ ભાવના સિદ્ધ થયે ભૂકટીના મધ્ય
ભાગને વિષે તે બન્નેનું ચિંતન કરવું. છે. પ્રથમ તે ચિંતન, દષ્ટિ ઉઘાડી રાખી કરવું. ( ૮. ઘણા પ્રકારે તે ચિંતન દઢ થવા પછી દષ્ટિ બંધ રાખવી તે પદાર્થના
| દર્શનની ભાવના કરવી. . ૯. તે ભાવનાથી દર્શન સુદઢ થયા પછી તે બન્ને પદાર્થો એક અષ્ટ
દલકમવનું ચિંતન કરી હૃદયને વિષે અનુક્રમે સ્થાપિત કરવા. - ૧૦. હૃદયને વિષે એવું એક અષ્ટદલકમલ માનવામાં આવ્યું છે, તથાપિ
તે વિમુખમુખે રહ્યું છે, એમ માનવામાં આવ્યું છે. જેથી સન્મુખ
મુખે તેને ચિંતવવું–અર્થાત્ સુલટું ચિંતવવું. ૧૧. તે અષ્ટદળકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું, પછી - સૂર્યના તેજને સ્થાપન કરવું અને પછી અખંડ દિવ્યાકાર એવી
અગ્નિની તિનું સ્થાપન કરવું. ૧૨. તે ભાવના દ્રઢ થયે પૂણું છે જેનું જ્ઞાન દર્શન અને આત્મચારિત્ર
એવા શ્રી વીતરાગદેવે તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિષે ચિંતવવી. ૧૩. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા દિવ્ય સ્વરૂપે ચિંતવવી.
, ૧૪. સંપૂર્ણ જ્ઞાન, દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપસમાધિને વિષે શ્રી
વીતરાગ દેવ અત્ર છે, એમ ભાવવું. ૧૫. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા તે વીતરાગ, આત્માના સ્વરૂપમાં
જ તદાકાર છે, એમ ભાવવું.
Scanned by CamScanner