________________
રાજધ.
- ૬૭) એમાં તે નિર્વિવાદતા છે. પણ જ્યારે પૂર્વ કર્મનાં નિબંધનથી અનુકૂળ નહીં એવા નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયા છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અષા પરિણુમ રહે એમ પ્રવર્તવું, એજ અમારી વૃત્તિ છે, અને એજ શિક્ષા છે.
- જ્ઞાનાક્ષેપકવંતને શ્રત પ્રત્યે અનન્ય પ્રેમ.
-તેમ કૃતધર્મે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે;
વિક્ષેપરહિત એવું જેનું વિચારસાન થયું છે, એવો આત્મકલ્યાણની ઈચ્છાવાળો પુરુષ” ( જ્ઞાનાક્ષેપકવંત ) હોય તે, શાની મુખેથી શ્રવણ થયે છે એવો જે આત્મકલ્યાણ રૂપ ધર્મ તેને નિશ્રળ પરિણામે મનને ધારણ કરે એ સામાન્ય ભાવ ઉપરનાં પદને છે. - તે નિશ્ચળ પરિણામનું સ્વરુપ ત્યાં કેવું ઘટે છે ? તે પ્રથમ જ જણાવ્યું છે કે, પ્રિય એવા પિતાના સ્વામીને' વિષે બીજા ગૃહકામને વિષે પ્રવર્તન છતાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનું મન વર્તે છે તે પ્રકારે.-જે પદને વિશેષ અર્થ આગળ લખે છે, તે સ્મરણમાં લાવી સિદ્ધાંતરૂપ એવા ઉપરના પદને વિષે સંધિભૂત કરવું થોગ્ય છે, કારણ કે, “મન મહિલાનું વહાલા ઉપરે” એ પદ તે દૃષ્ટાંતરૂપ છે. ' ' . . . .
અત્યંત સમર્થ એવો સિદ્ધાંત પ્રતિપાદન કરતાં-જીવના પરિણામમાં તે આ સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ, એવું દૃષ્ટાંત, દેવું ઘટે છે એમ જાણી,
ગ્રંથકર્તા તે સ્થળે જગતમાં–સંસારમાં–પ્રાયે મુખ્ય એ જે પુરૂષ પ્રત્યેને કલેશાદિભાવરહિત એવો કામ્ય પ્રેમ સ્ત્રીને –તેજ પ્રેમ પુરુષથી શ્રવણે થયો હોય, જે ધર્મ તેને વિષે પરિણમિત કરવા કહે છે, તે પુરુષદ્વારા શ્રવણ પ્રાપ્ત થયો છે જે ધર્મ, તેમાં સર્વ—બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યા છે તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક
સ્મરણપણે, એક શ્રેણિપણે, એક ઉપગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલો જે કામ્ય પ્રેમ તે મટાડી, શ્રત ધર્મરૂપ કરવાને ઉપદેશ કર્યો છે. એ કામ્ય પ્રેમથી અનંતગુણ વિશિષ્ટ એ શ્રુતપ્રત્યે પ્રેમ કરો ઘટે છે, તથાપિ દષ્ટાંત પરિસીમા કરી શક્યું નથી, જેથી દૃષ્ટાંતની પરિસીમા
Scanned by CamScanner